વૅક્સ કર્યા પછી ઇનગ્રોન હેરની સમસ્યા માટે શું કરું?

30 July, 2021 01:49 PM IST  |  Mumbai | Dr. Batul Patel

તમારી સમસ્યા ઇન ગ્રોન હેર્સની છે એટલે કે ચામડી પર વાળ બહારની તરફ નહીં, પરંતુ અંદરની તરફ ઊગે છે એટલે જ તમારા પગમાં બ્લૅક ડૉટ્સનું પ્રમાણ વધી ગયું છે અને વૅક્સિંગ કરાવ્યા પછી પણ તમને સ્મૂધ લાગતું નહીં હોય.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૩ વર્ષ છે. વૅક્સિંગ કે આઇબ્રો કરાવવાથી મારો હેર-ગ્રોથ ઘટવાને બદલે વધી રહ્યો છે. ઇન ફૅક્ટ, પગમાં વૅક્સિંગ કરાવ્યા પછી ખૂબ ફોડીઓ થાય છે અને હેરના રૂટ્સ પર બ્લૅક થઈ ગયું છે. એને કારણે પગમાં બ્લૅક ડૉટ્સનું હોવાથી શૉર્ટ ડ્રેસ પહેરવાનું તો લગભગ ઇમ્પૉસિબલ છે. બીજું, મને આંખની ઉપરની લીડના ભાગમાં પણ વાળનો ગ્રોથ થઈ રહ્યો છે. ૬ મહિના પહેલાં હૉર્મોન્સની ટેસ્ટ કરાવેલી તો હાઇપોથાઇરૉઇડ નીકળ્યું. દવાથી થાઇરૉઇડ કાબૂમાં છે, પણ હેર રિમૂવિંગની સમસ્યા એવી જ છે.            

 

 તમારી સમસ્યા ઇન ગ્રોન હેર્સની છે એટલે કે ચામડી પર વાળ બહારની તરફ નહીં, પરંતુ અંદરની તરફ ઊગે છે એટલે જ તમારા પગમાં બ્લૅક ડૉટ્સનું પ્રમાણ વધી ગયું છે અને વૅક્સિંગ કરાવ્યા પછી પણ તમને સ્મૂધ લાગતું નહીં હોય. આ તકલીફ ઘણી છોકરીઓને હોય છે. આ માટે અમુક હદે હૉર્મોન્સ જવાબદાર હોય છે. ઘણી વાર બ્લડ-ટેસ્ટમાં હૉર્મોનલ પ્રૉબ્લેમ પકડાતા નથી પણ માઇક્રો લેવલ પર સ્કિન ઉપર એ દેખાતા હોય છે. વારસાગત રીતે પણ આ પ્રકારની તકલીફ આવી શકે છે. ઘણી વાર ખૂબ ટાઇટ કપડાં પહેરવાને કારણે પણ આ પ્રકારની તકલીફ જોવા મળે છે. ઘણી વાર વજન વધારે હોય તો પણ હૉર્મોન્સની તકલીફ આવી જતી હોય છે જે સ્કિન ઉપર આ રીતે દેખાય છે.

તમારા આઇબ્રોની તકલીફ માટે હું સજેસ્ટ કરીશ કે તમે લેસર હેર રિમૂવલ ટેક્નિક અપનાવો અને આઇબ્રોને કાયમી બનાવી લો, જેથી એ વાળ કાયમી ધોરણે જ દૂર થઈ જશે અને તમને તકલીફ નહીં રહે. આમ તો પગ માટે પણ લેસર ટ્રીટમેન્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે, પરંતુ જો તમારે એ ન કરવું હોય તો જયારે તમે વૅક્સિંગ કરાવો ત્યારે નાના એરિયાને લઈને વૅક્સિંગ કરો. મોટા પટ્ટામાં વૅક્સિંગ કરવાથી તકલીફ વધશે. નાના વાળ જે અંદર તરફ છે એ નીકળશે નહીં. જો તમે રેઝર વાપરતા હો તો વાળ રિમૂવ કર્યાના અડધા કલાક પહેલાં મૉઇશ્ચરાઇઝર લગાવો અને વાળ દૂર કર્યા પછી પણ મૉઇશ્ચરાઇઝર લગાવો, જેથી થોડી સ્મૂધનેસ રહેશે. મહત્ત્વનું તો એ જ છે કે લેસર ટ્રીટમેન્ટ કરાવી લો, જેનાથી કાયમી નિરાંત રહેશે. એ સેફ છે, પરંતુ એ ટ્રીટમેન્ટ તમે ડર્મેટોલૉજિસ્ટ પાસેથી જ લો એ ધ્યાન રાખવું જરૂરી છે.

health tips columnists