18 September, 2025 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્ધી મુંગદાલ ઉત્તપમ
સામગ્રી : ૧ કપ પીળી મોગરદાળ, ૧/૨ કપ પલાળેલા પૌંઆ, આદું-મરચાંની પેસ્ટ, ૧/૨ કપ દહીં, ૧ કપ ક્રશ વેજિટેબલ્સ (મકાઈ, ગાજર, કૅપ્સિકમ, વટાણા), ૧ ચમચી કાળા મરીનો ભૂકો, ૧ ચમચો તેલ, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી ધાણાનો ભૂકો, ૧/૪ કપ કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, ૧ પૅકેટ ઇનો.
રીત : મોગરદાળ અને પૌંઆને ધોઈને બે કલાક પલાળી રાખો. હવે મિક્સરના જારમાં મોગરદાળ અને પૌંઆને પીસી લો. એને એક બાઉલમાં કાઢીને બધી સામગ્રી મિક્સ કરો. લાસ્ટમાં ઇનો ઍડ કરો. નૉનસ્ટિક પૅનમાં ઘી અને થોડા તલ નાખીને બેટર પાથરો. એને બન્ને સાઇડ શેકીને ચટણી અને સૉસ સાથે ગરમાગરમ સર્વ કરો. બાળકોને ટિફિનમાં પણ તમે આ હેલ્ધી ઉત્તપમ આપી શકો છો.
-શિલ્પા વોરા