22 July, 2025 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાઇ વેજિટેબલ કરી અને મિક્સ વેજ રાઇસ (ઘરગથ્થુ, શુદ્ધ શાકાહારી)
સામગ્રી થાઇ વેજ કરી માટે : ૧ ટેબલસ્પૂન તેલ (નારિયેળ તેલ વધુ સારું), ૩–૪ લસણની કળીઓ (કાપેલી),
૧ ઇંચ આદું, ૧ નાનો કાંદો, ૧–૨ ટેબલસ્પૂન થાઇ ગ્રીન કરી પેસ્ટ, ૧ કૅન (૪૦૦ મિલી) નારિયેળ દૂધ, ૧/૨ કપ પાણી અથવા શાકભાજીનો સ્ટૉક, ૧/૨ ચમચી ખાંડ, મીઠું સ્વાદ મુજબ
શાકભાજી : બેલ પેપર, ગાજર, ફણસી, બેબી કૉર્ન, સ્વીટ કૉર્ન, લીલા વટાણા, ઝુકિની, સૂકાં મરચાં ફ્લેક્સ
મિક્સ વેજ રાઇસ માટે : ૧ કપ બાસમતી અથવા જાસ્મિન રાઇસ, ૨ કપ પાણી, ૧/૨ કપ મિક્સ શાકભાજી (ગાજર, વટાણા, કૉર્ન વગેરે), ૧ ચમચી ઘી અથવા તેલ, મીઠું સ્વાદ મુજબ, સજાવટ માટે કોથમીર અથવા ફુદીનાનું પાન
બનાવવાની રીત : સ્ટેપ ૧: મિક્સ વેજ રાઇસ બનાવો, રાઇસ ધોઈને ૧૦–૧૫ મિનિટ પલાળી દો. એક વાસણમાં તેલ કે ઘી ગરમ કરો અને એમાં શાકભાજી ઉમેરી હલાવો. હવે રાઇસ ઉમેરી ૧ મિનિટ માટે હલાવો. પાણી અને મીઠું ઉમેરી ઢાંકી દો અને રાઇસ નરમ થાય ત્યાં સુધી શેકો.
સ્ટેપ ૨: થાઇ વેજ કરી બનાવો : કડાઈમાં તેલ ગરમ કરો. એમાં લસણ, આદું અને ડુંગળી ઉમેરો. ૨–૩ મિનિટ હલાવો. હવે કરી પેસ્ટ ઉમેરો. નારિયેળ દૂધ અને પાણી ઉમેરો. મિક્સ કરો. ખાંડ અને મીઠું ઉમેરો. બધી શાકભાજી ઉમેરો અને ૧૦–૧૨ મિનિટ ઢાંકીને માધ્યમ આંચ પર શેકો. જરૂર હોય તો પાણીથી ઘાટ સમાઈ કરો. આખરે ઇચ્છા મુજબ સૂકાં મરચાં ફ્લેક્સ ઉમેરો અને ગૅસ બંધ કરો.
ઘરમાં બનતી ગ્રીન કરી પેસ્ટ : બ્લેન્ડરમાં નીચેની સામગ્રી નાખી પેસ્ટ બનાવો : ૧ કપ તાજાં ધાણા પાન, ૨–૩ લીલાં મરચાં, ૧/૨ ઇંચ આદું, ૩ લસણની કળી, ૧ ચમચી જીરું, ૧ ચમચી લીંબુનો રસ, થોડું લીમડાનું છાલું અથવા કૅફિર લાઇમ લીફ
પીરસવાની રીત: રાઇસ એક નાનકડી વાટકીમાં દબાવી ગોળ આકારમાં પ્લેટમાં કાઢો. આસપાસ થાઇ કરી ઉમેરો. ઉપરથી કોથમીર, સૂકાં મરચાં કે લીંબુની સ્લાઇસ રાખી સર્વ કરો.
-ગીતા ઓઝા
કિચન ટિપ્સ
મીઠું-સાકરમાં ભેજ લાગે તો શું કરવું?
ચોમાસામાં ભેજને લીધે સાકર અને મીઠું ઓગળવા લાગે છે. આવું ન થાય એ માટે એને ઍરટાઇટ ડબ્બામાં સ્ટોર કરો.
સાત-આઠ લવિંગ અથવા તજને એક કપડામાં બાંધીને પોટલી બનાવો અને એને સાકર અને મીઠાના ડબ્બામાં રાખશો તો એ એકદમ ફ્રેશ અને ડ્રાય રહેશે.
ચોખા બાંધેલી પોટલી પણ વરસાદની સીઝનમાં ભેજને શોષવાનું કામ કરતી હોવાથી એ પણ બરણીમાં રાખી શકાય.
મીઠા અને સાકરમાં ગાંઠ જેવું થાય તો એને એક થાળીમાં કાઢીને સૂર્યપ્રકાશમાં થોડા સમય સુધી રાખો અને પછી એને ચાળી લો.