29 April, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૉફ્ટ મૈસૂર પાક
સામગ્રી : ૧ કપ બેસન/ચણાનો લોટ, ૧ કપ ઘી, ૧ કપ સાકર, ૧/૪ કપ પાણી
બનાવવાની રીત : બેસનને જ્યાં સુધી સુગંધ આવે ધીમી આંચ પર ૧૦ મિનિટ શેકો. આ લોટને ટોપમાં ચાળો. ઘીને ગરમ કરીને પિગાળો. આનું અડધું ઘી લોટમાં મિક્સ કરો જ્યાં સુધી એ સ્મૂધ થાય. પાણીમાં સાકાર નાખીને મધ્યમ ગૅસ પર એક તારની ચાસણી કરો. લોટ અને ઘીવાળું મિક્સ ચાસણીમાં નાખો. બાકી રહેલા ઘીમાંથી આમાં બે-બે મોટા ચમચા થોડું-થોડું કરીને નાખતા જાઓ અને ધીમા ગૅસ પર લગભગ ૧૦-૧૨ મિનિટ હલાવો જ્યાં સુધી એ પેનની સાઇડ છોડે. હવે આ મિશ્રણને બટર પેપર લગાડેલી ટ્રેમાં ટ્રાન્સફર કરો. એનું બરાબર લેવલ કરો અને ૩૦ મિનિટ રહેવા દો. હવે અનમૉલ્ડ કરીને જોઈતા શેપમાં કટ કરો. મોંમાં પીગળી જાય એવો સ્વાદિષ્ટ અને ટ્રેડિશનલ મૈસૂર પાક તૈયાર છે.