આજની રેસિપી: મેક્સિકન કૉર્ન શૉટ્સ

12 May, 2026 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેક્સિકન કૉર્ન શૉટ્સ બનાવવાની રીત અહીં વાંચો

મેક્સિકન કૉર્ન શૉટ્સ

સામગ્રી  : રેડ, યલો અને ગ્રીન કૅપ્સિકમ, બાફેલા કૉર્ન, પર્પલ કોબી, બટર, ચીઝ, કોથમીર, કાંદા, બે ચમચી પીઝા-પાસ્તા સૉસ, બે ચમચી ટમૅટો સૉસ, મીઠું, નાચોસની ચિપ્સ.
નોંધ : કૅપ્સિકમ, કાંદા, કૉર્ન અને કોબી બધું સેમ માપમાં લેવું (એક વાટકો).

રીત : એક કડાઈમાં બટર ગરમ કરવું. એમાં કાંદા સાંતળવા. પછી ૩ કલરનાં કૅપ્સિકમ સાંતળવાં. બે મિનિટ પછી બાફેલા કૉર્ન અને પર્પલ કોબી નાખીને સાંતળવું. પછી મીઠું નાખી મિક્સ કરીને ગૅસ બંધ કરી દેવો. ગેસ બંધ કર્યા પછી બે ચમચી પીઝા-પાસ્તા સૉસ અને બે ચમચી ટમૅટો સૉસ નાખવો, થોડી કોથમીર નાખવી. સર્વ કરવા માટે એક ગ્લાસમાં ભરીને ઉપરથી કોથમીર, ચીઝ, કૉર્ન અને નાચોસ ચિપ્સથી ડેકોરેટ કરીને સર્વ કરવું.

food news street food Gujarati food indian food lifestyle news life and style