15 May, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેલન મૅન્ગો મૅજિક
સામગ્રી : ૧ બાઉલ વૉટર મેલન (કલિંગડ)ના ટુકડા (બી કાઢીને), ૧/૪ બાઉલ તોતા કેરીના ટુકડા, સાકર જરૂર પ્રમાણે, તકમરિયા બે ચમચી પલાળી રાખવા.
રીત : વૉટર મેલન, કેરી તથા સાકરને મિક્સરમાં એકદમ ચર્ન કરવું. પછી ગરણીથી ગાળીને એના પર તકમરિયા નાખવા. એમાં બરફ નાખીને ઠંડું સર્વ કરવું. ગરમીમાં એ ઠંડક આપે છે.