આજની રેસિપી: ફોતરાંવાળી મગની દાળની ઇડલી

11 February, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો કઈ રીતે બનાવવી ફોતરાંવાળી મગની દાળની ઇડલી

ફોતરાંવાળી મગની દાળની ઇડલી

સામગ્રી : ૧ કપ ફોતરાંવાળી મગની દાળ, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧/૪ ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી ઈનો, ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર, અને ઇડલીના સ્ટૅન્ડને ગ્રીસ કરવા માટે પૂરતું તેલ.

રીત : સૌપ્રથમ મગની દાળને ૨-૩ વાર પાણીથી ધોઈને ૩થી ૪ કલાક માટે પૂરતા પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ વધારાનું પાણી નિતારીને મિક્સરમાં દાળ, અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરી થોડું કરકરું પીસી લો. આ તૈયાર થયેલા મિશ્રણને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો અને બીજી તરફ ઇડલીના સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો તથા ઇડલીની પ્લેટ્સને તેલથી ગ્રીસ કરી લો. હવે તૈયાર ખીરામાં ઈનો ઉમેરી એક જ દિશામાં હલાવો અને ખીરું ફૂલે એટલે તરત જ એને ઇડલીના ખાનામાં ભરીને સ્ટીમરમાં મૂકી દો. અંતે મધ્યમ આંચ પર ૧૦થી ૧૨ મિનિટ સુધી ઇડલીને વરાળમાં ચડવા દો અને થોડી ઠંડી થયા પછી એને ચપ્પુ કે ચમચીની મદદથી કાઢીને લીલી ચટણી અથવા સંભાર સાથે સર્વ કરો.

- હનીશા શાહ

food news Gujarati food food and drink indian food life and style lifestyle news exclusive