સેંકડો એન્ટ્રીઝમાંથી તમારા સુધી ચુનંદા રેસિપીઓ લાવવાનું કામ કર્યું હતું આ જજીઝે

27 July, 2021 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

નેહા ઠક્કર, રશ્મિ લુહાર

ગુજરાતી અને મરાઠી ટીવી ચૅનલના કુકિંગ શોઝમાં તમે આમને જોઈ ચૂક્યા છો

ઘરમાં માત્ર બે જ આઇટમો હોય તો શું બનાવી શકાય? પતિને ખીચડી ન ભાવતી હોય તો એમાં એવું શું કરી શકાય કે પતિદેવ બેહાથે એ જ ખિચડીની આઇટમ આંગળાં ચાટીને ખાવા લાગે? શાકભાજી કે ફળોના છીલકાં સુદ્ધાંનો એવો ક્રીએટિવ એક્સપરિમેન્ટ કરી શકાય કે જેથી જરાય વેસ્ટેજ ન થાય? રોજ એકની એક આઇટમ ખાવાનો કંટાળો આવે છે તો એમાં એક સ્મૉલ ટ્વિસ્ટ શું કરવો કે આખી વાનગીનો સ્વાદ બદલાઈ જાય?
કિચનની આવી નાની-મોટી સમસ્યાઓનો ચુટકીમાં ઉકેલ લાવી આપે છે વડોદરાનાં કૂકિંગ એક્સપર્ટ નેહા રાજેન ઠક્કર. હોમમેકર તરીકે બાળકો અને પરિવાર પ્રત્યેની ફરજોની સાથે તેમણે કિચન કૂકિંગના પૅશનને માત્ર જાળવ્યું જ નહીં, પણ એટલું ઊંચા સ્તરે કેળવ્યું કે તેમણે શેફનું બિરુદ પણ મેળવ્યું છે. ગુજરાતી અને મરાઠી ટીવી ચૅનલો પર આવતા કુકિંગ શોઝમાં એક્સપર્ટ તરીકે તેઓ સેંકડો ઇનોવેટિવ રેસિપીઓ શૅર કરી ચૂક્યા છે. ગુજરાતના જાણીતા ન્યુઝપેપર્સથી લઈને મૅગેઝિનોમાં પણ તેમની હટકે અને ઇનોવેટિવ રેસિપીઓ નિયમિતપણે આવતી રહે છે. ‘મિડ-ડે’માં પણ તમે તેમની ક્રીએટિવ રેસિપીઝ માણી જ ચૂક્યા છો. જિંદગીના લગભગ ૧૮ વર્ષ પરિવાર માટે ગાળ્યા પછી પણ જો ખંત હોય તો પૅશનને વિકસાવી જ શકાય છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે નેહાબહેન. છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે કુકિંગ શોઝના ક્ષેત્રે જબરું નામ કમાવ્યું છે. એવી કોઈ ગુજરાતી ચૅનલ નહીં હોય જેની પર તેઓ કૂકિંગ એક્સપર્ટ તરીકે ચમકી ન ચૂક્યા હોય. 
સેંકડો કુકિંગ કૉમ્પિટિશન્સમાં નેહા ઠક્કરે જજની ભૂમિકા અદા કરી છે. લૉકડાઉનને કારણે થતી ઑનલાઇન કૉન્ટેસ્ટમાં તો તેમણે છેક દુબઈમાં થતી કૉમ્પિટિશનોને પણ જજ કરી છે. ‘મિડ-ડે’ની કૉન્ટેસ્ટના અનુભવ વિશે વાત કરતાં નેહાબહેન કહે છે, ‘સૌથી પહેલાં તો ‘મિડ-ડે’ પરિવારને ધન્યવાદ કહીશ કે તેમણે અનેક ગૃહિણીઓને તેમની અંદર રહેલી ક્રીએટિવ સાઇડ લોકો સુધી પહોંચાડવાનો આવો સરસ મોકો આપ્યો. મારા માટે વિનરની પસંદગી કરવાનું ઘણી વાર ડિફિકલ્ટ થઈ જતું હતું. મારા મતે કૉન્ટેસ્ટમાં પાર્ટ લેનાર તમામ લોકો વિનર જ છે.’
કન્ટેસ્ટન્ટ્સ માટે શું કહેવું છે?
સેંકડો રેસિપીઝમાંથી ચુનંદા રેસિપીઝ જ આ કૉન્ટેસ્ટમાં સિલેક્ટ થઈ છે અને જો એમાં તમારી વાનગીનો નંબર ન લાગ્યો હોય તો દુખ ન લગાડશો. નેક્સ્ટ ટાઇમ જીતવા માટે શું ધ્યાનમાં રાખવું એની ટિપ્સ આપતાં નેહાબહેન કહે છે, ‘હા, કેટલીક ચીજોનું ધ્યાન ચોક્કસ રાખજો. રેસિપીની સામગ્રી અને રીત એકદમ ક્લીન અને નીટ લખવાનું રાખો. એમાં દરેક તબક્કાનું વર્ણન પણ વ્યવસ્થિત રીતે કરવું. રેસિપીના ફોટો ગૂગલમાંથી ઉઠાંતરી કરીને લેશો તો એમાં તમારી પોતાની રેસિપીની ઓરિજનાલિટી રહેતી જ નથી અને આપમેળે તમે બ્લૉક લિસ્ટમાં પહોંચી જાઓ છો. માટે સહેજ જહેમત ઉઠાવીને રેસિપી જાતે બનાવો, એનું પ્રેઝન્ટેશન આંખને ગમે એવું કરો. રેસિપી ભલે સિમ્પલ હોય, એનું પ્રેઝન્ટેશન એવું કરો કે એક વાર ટેસ્ટ કરવાનું મન થઈ જ જાય. અપના હુનર દિખાને કી કોઈ ઉમ્ર નહીં હોતી, કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.’

 ‘મિડ-ડે’ પરિવારને ધન્યવાદ કહીશ કે તેમણે અનેક ગૃહિણીઓને તેમની અંદર રહેલી ક્રીએટિવ સાઇડ લોકો સુધી પહોંચાડવાનો આવો સરસ મોકો આપ્યો. મારા માટે વિનરની પસંદગી કરવાનું ઘણી વાર ડિફિકલ્ટ થઈ જતું હતું. મારા મતે કૉન્ટેસ્ટમાં પાર્ટ લેનાર તમામ લોકો વિનર જ છે. - નેહા રાજેન ઠક્કર, કુકિંગ એક્સપર્ટ

હજારથી વધુ રેસિપીઝ ટીવી શોઝમાં શૅર કરી ચૂક્યા છે આ એક્સપર્ટ 

ભણ્યા છે કમ્પ્યુટર સાયન્સનું, પણ કિચનમાં તેમની કરામતો જબરી વખણાય છે. એ છે વડોદરાનાં રશ્મિ લુહાર. તેમને તમે નિયમિતપણે ગુજરાતી ચૅનલ પર આવતા કુકિંગ શોમાં જોયા જ હશે. વીકમાં ઑલમોસ્ટ બે વાર તેમના હાથની લઝીઝ વાનગીઓ એ શોમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦૦૦થી વધુ ઇનોવેટિવ, ફ્યુઝન અને હટકે રેસિપીઓ આ શોમાં આપી છે અને એ પણ એકેય રિપીટેશન વિના. રશ્મિબહેન કહે છે, ‘મારી સ્પેશ્યલિટી એ છે કે ઘરમાં જ અવેલેબલ રોજિંદા ઇન્ગ્રિડિયન્ટ્સમાંથી જ કંઈક નવું બનાવવું. કંઈક જુદું બનાવવું હોય તો દસ ચીજો બહારથી લાવવી પડે એવું ન હોવું જોઈએ. એક ગૃહિણીના ઘરમાં સામાન્ય રીતે જે અવેલેબલ હોય એમાંથી તે જે બનાવી શકે છે એ જ એની ખરી કુકિંગ એક્સપર્ટીઝ કહેવાય.’
રશ્મિબહેનની ખાસિયત ઇન્ટરનૅશનલ અને ઇન્ડિયન ફૂડનું ફ્યુઝન છે. ઇટાલિયન હોય કે ચાઇનીઝ, થાઇ હોય કે લેબનીઝ, દરેક વાનગીમાં ઇન્ડિયન ટ્વિસ્ટ આપવામાં તેમની એક્સપર્ટીઝ છે. તેઓ કુકિંગ ક્લાસ પણ ચલાવે છે અને નૅશનલ લેવલની કુકિંગ સ્પર્ધાઓમાં પણ જજ તરીકે સેવા આપી ચૂક્યાં છે. 
‘મિડ-ડે’ની સ્પર્ધાના સ્પર્ધકોની ક્રીએટિવિટી વિશે રશ્મિબહેન કહે છે, ‘મુંબઈગરાઓમાં ક્રીએટિવિટી ઘણી છે. જોકે કેટલીક રેસિપીઓ સારી હતી તો એના ફોટા બરાબર નહોતા. તપેલીમાં જ ફોટો પાડીને મોકલી દો એટલી ઉતાવળ શું કામ? હું સહુને કહીશ કે તમે જે બનાવો છો એ સ્વાદિષ્ટ હશે જ, પણ એ સુંદર રીતે પ્રેઝન્ટ થયેલું પણ હોવું જોઈએ.’

રેસિપી કૉન્ટેસ્ટના લાસ્ટ ૯ દિવસની મેગા પ્રાઇઝ વિનર રેસિપી છે, દૂધીની કેસર કુલ્ફી. રેસિપી મોકલનાર સ્મિત સંજય સતરા (વાશી)

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ રહ્યા ૩૦ કૉન્સોલેશન પ્રાઇઝ વિનર્સ 

૧. જિજ્ઞા ગાલા (ઘાટકોપર) 
હેલ્ધી જુવાર ઢોસા
૨. ધૈર્યબાળા અરવિંદ ભાલકિયા (તાડદેવ)
બાદશાહ પાંઉભાજી હાંડવો
૩. પુરબાઈ કાનજી ગઢવી (ખારઘર) કેસર મકુટી
૪. શીતલ કાંતિલાલ ગડા (બોરીવલી)  જૈન પાંઉભાજી ફૉન્ડ્યુ
૫. વર્ષા વિજય ગાલા (વિક્રોલી)  એનર્જી બાર
૬. ભારતી બિપિન મારુ (ચેમ્બુર)  ઓટ્સ મખાના લાડુ
૭. પ્રવીણા અશોકભાઈ મણિયાર (કાંદિવલી)
ઘઉંના ફાડાનું હલવાસન
૮. વિધિ હિતેન રાયચના (વાશી)  કુલ્હડ પીત્ઝા
૯. હિના રાકેશ ઓઝા (દહિસર)  ગૂંદાનાં ભજિયાં
૧૦. મંજુલા તારાચંદ ગાલા (ઘાટકોપર)
કોકોનટ પનીર સેવઈ ઉપમા
૧૧. કાજલ જયેશ ડોડિયા (અંધેરી)ખાઉ સે ચાટ
૧૨. નયના હિતેશ મહેતા (મીરા રોડ) રબડી સેવઈ નેસ્ટ
૧૩. લીના અશોક સંપટ (પુણે)  અંજીર-મખણા-રબડી વિથ ખજૂર બૉલ્સ
૧૪. નિશા અજય વોરા (બોરીવલી)  ડબલ ડેકર હેલ્ધી સુખડી
૧૫. અદિતિ હિરેન શાહ (મલાડ)  દાલિયા ડિલાઇટ
૧૬. ગીતા દીપક પટેલ (થાણે)  વેજિટેબલ રોટી પૅકેટ
૧૭. સંગીતા હરેશ શાહ (ઘાટકોપર) ઇટાલિયન ચીઝ પૂરી
૧૮. રક્ષા સતીશ મોદી (દાદર) મખાના બાજરી ઢોસા
૧૯. રિયા વિપુલ ઠાકર (ભાઈંદર) ફ્રૂટ સૅન્ડવિચ
૨૦. નિશા પરાગ ગાલા (અંધેરી)  ચટાકેદાર બાજરાની ભેળ
૨૧. લીના જે. છાટબાર (સાંતાક્રુઝ)  લેન્ટિલ હમસ
૨૨. પ્રિયલ મહેશ શાહ (મુલુંડ)  ચીઝ-પનીર બરીતો ફ્રૅન્કી
૨૩. હરેન્દ્ર ગોકલદાસ વેદ (દાદર)  સ્વીટ ઍન્ડ સ્પાઇસી વુહાન વેજિટેબલ
૨૪. રેખા રવીન્દ્ર સીતાપરા (વાકોલા)  પોહા દહીવડા વિથ ઇટાલિયન સિઝલિંગ
૨૫. સુશીલા પરમાનંદ શાહ 
(વિલે પાર્લે)
બાર્લી દહીવડાં
૨૬. કાશશ્મીરા વિકાસ નાયક 
(મીરા રોડ)
ચોકલૅટ ઇડલી સૅન્ડવિચ
૨૭. જિનાંશ નરેશ ધરોડ (કુર્લા) 
જૈન સ્પ્રિંગ સ્પાઇસી ડોનટ 
૨૮. જાગૃતિ જગદીશ જોષી (ભાઈંદર)
ચંદ્રકલા
૨૯. મિતુલ ઉન્નત ટોલિયા (ઉમરગામ)
હેલ્ધી ઓટ્સ ચીઝ સૅન્ડવિચ
૩૦. ડૉ. રંજન નરેન્દ્ર તિજોરીવાલા (માહિમ) દાલ કચોરી

Gujarati food mumbai food indian food