17 September, 2023 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતના સંજાણ બંદરેથી ભારત આવેલી પારસી પ્રજા ગુજરાતીઓ સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલી. એટલે જ તેમની ઘણી વાનગીઓમાં ગુજરાતી સ્પાઇસીનેસની છાંટ વરતાય છે. જેમ ગુજરાતીઓમાં રવિવારે દાળઢોકળી બને એમ પારસીઓમાં રવિવારે કે રજાના દિવસે ધાનસાક બને. દાળ-શાકમાંથી બનતી આ વાનગી પારસીઓને નૉન-વેજિટેરિયન વર્ઝનમાં જ ભાવતી હોય છે, પણ એનું વેજિટેરિયન વર્ઝન પણ એટલું જ ડેલિશ્યસ લાગે છે. ગુજરાતી ગૉરમે ક્વીઝિન માટે જાણીતી સાઉથ મુંબઈની સોમ રેસ્ટોરાંએ પારસીઓની સિગ્નેચર ડિશ ધાનસાકનો મેનુમાં સમાવેશ કર્યો છે. એમાં કૅરેમલાઇઝ્ડ બ્રાઉન રાઇસ અને પારસી સ્ટાઇલ વેજિટેબલ દાળ પીરસવામાં આવે છે અને સાથે ક્રન્ચ માટે સોયા અને ભરપૂર વેજિટેબલ્સ નાખીને બનાવેલી ડીપ ફ્રાઇડ કટલેટ પણ છે. રાઇસ પર ભભરાવેલા ક્રિસ્પી ફ્રાઇડ કાંદાની કતરી આખી ડિશનો સ્વાદ વધારે છે.
ક્યાં?: સોમ રેસ્ટોરાં, સદગુરુ સદન, બાબુલનાથ મંદિરની સામે
કિંમતઃ ૨૯૫ રૂપિયા