રસમલાઈ સૅન્ડવિચ કેક

15 January, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીત : પ્રથમ દૂધને ગરમ કરી ઉકાળો. એમાં દૂધનો મસાલો, કેસરની સળી નાખી ઉકાળો.

રસમલાઈ સૅન્ડવિચ કેક

સામગ્રી : એક લીટર દૂધ, બે ચમચી એવરેસ્ટ દૂધ મસાલો, એક વાટકી માવો, અડધી વાટકી પનીર, બસો ગ્રામ મિલ્કમેડ, ચારથી પાંચ કેસરની સળી, છ બ્રેડના ટુકડા.
સજાવટ માટે : કેકની ફ્રેશ ક્રીમ, કાજુ-પિસ્તાંની કતરણ. 
રીત : પ્રથમ દૂધને ગરમ કરી ઉકાળો. એમાં દૂધનો મસાલો, કેસરની સળી નાખી ઉકાળો.
દૂધ ઊકળી ગયા બાદ એને ગૅસ પરથી ઉતારી ઠંડું પડવા દો. બ્રેડની કૉર્નર કાપી બ્રેડને ચોરસ આકારમાં લઈ લો. એક વાટકી માવો, બે ચમચો દૂધનો મસાલો, બે ચમચી મિલ્કમેડનું મિશ્રણ કરી બ્રેડ પર મૂકો. એના પર બ્રેડની બીજી સ્લાઇસ મૂકી એના પર પણ માવો, દૂધનો મસાલો, બે ચમચી મિલ્કમેડનું મિશ્રણ નાખો. ઠંડા દૂધમાં સૅન્ડવિચની સ્લાઇસ બોળી એને ફ્રીઝરમાં ઠંડું થવા દો. કેકની ફ્રેશ ક્રીમને બીટરથી હલાવો. ક્રીમ ઘટ્ટ થયા બાદ એને પાઇપિંગ બૅગમાં ભરો. ફ્રીઝરમાંથી સૅન્ડવિચની સ્લાઇસ કાઢી એના પર પાઇપિંગ બૅગની મદદથી સજાવટ કરો. ઉપરાંત કાજુ-પિસ્તાંની કતરણ કરી એના ઉપર નાખી સર્વ કરો.
ઉપરોક્ત વાનગીમાં ડ્રાયફ્રૂટના બદલે સ્ટ્રૉબેરી અને ચૉકલેટનો ઉપયોગ કરી બનાવી શકો છો.

food and drink food news street food mumbai food Gujarati food indian food columnists lifestyle news