ઝોલ મોમોઝ જેવી નેપાલી વાનગી ખાવી છે?

31 December, 2023 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરામાં તમારી આ ઇચ્છા પણ પૂરી થઈ જાય એમ છે

ઝોલ મોમોઝ

ચાઇનીઝ, મૉન્ગોલિયન અને તિબેટની ખાસ વાનગીઓ મુંબઈમાં ઘણી જોવા મળી જાય; પણ જે દેશમાં જવા-આવવા માટે કોઈ વિઝાની જરૂર નથી પડતી એવા પાડોશી દેશ નેપાલની વાનગીઓ બહુ ઓછી ખાવા મળે છે. બાંદરામાં તમારી આ ઇચ્છા પણ પૂરી થઈ જાય એમ છે. અલબત્ત, આ વેજ અને નૉન-વેજ બન્ને પીરસતી રેસ્ટોરાં છે. નેપાલનો ઓરિજિનલ ટેસ્ટ અહીં ખાવા મળશે અને એમાં ખાસ વાનગી છે ઝોલ મોમોઝ અને સાંગકાયા ​ડિઝર્ટ.

ઝોલમાં તીખા-તમતમતા સૉસ કે સૂપ જેવા લિક્વિડમાં ડુબાડેલા મોમોઝ પીરસવામાં આવે છે. નેપાલીઝ મસાલાઓથી મૅરિનેટ કરેલી ચીઝને ગ્રિલ કરીને બનાવવામાં આવતી સેકુઆ નામની વાનગી પણ ટ્રાય કરવા જેવી ખરી. સેકુઆ આમ તો નૉન-વેજ આઇટમ છે, પણ અહીં નૉન-વેજને ચીઝ સાથે રિપ્લેસ કરીને પણ સર્વ કરવામાં આવે છે. બાંદરાની આ રેસ્ટોરાંમાં જો તમે જાઓ તો નેપાલની ખાસિયત એવા સાંગકાયા નામના ડિઝર્ટને ટ્રાય કરવાનું ચૂકવા જેવું નથી.

કદાચ નેપાલી આઇટમો તો બીજે પણ મળતી હોઈ શકે, પરંતુ અહીંના હેડ શેફથી લઈને રેગ્યુલર શેફનો પૂરો સ્ટાફ નેપાલનો જ છે અને એટલે એમાં ઑથેન્ટિક ટેસ્ટ મળી શકે છે.

ક્યાં?: માઉન્ટન ગોટ, માઉન્ટ મૅરી પાસે, બાંદરા-વેસ્ટ

કિંમતઃ ૧૦૦૦ રૂપિયા (બે વ્યક્તિના)

indian food Gujarati food life and style columnists bandra