રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

23 June, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ.

મળી લો આજના વિનર્સને....

ગ્રેનોલા કપ વિથ યોગર્ટ ઍન્ડ ચેરી ફિલિંગ

સામગ્રી 
૧ કપ રોલ્ડ ઓટ્સ, પા કપ બદામ, પા કપ અખરોટ, પા કપ પમ્પકિન બી, પા કપ સૂર્યમુખીનાં બી, પા કપ તરબૂચનાં બીજ, પા કપ મધ, બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ, પા ટેબલસ્પૂન મીઠું પા ટેબલસ્પૂન તજનો પાઉડર, સ્ટ્રૉબેરી‍ ૬ નંગ, દહીં ૧ કપ, આઠ-દસ ફુદીનાનાં પાન, ચિયા સીડ્સ, ડ્રાય ક્રૅનબેરી, ડ્રાય ચેરી, સમય ૧ કલાક
 
 
રીત
સૌપ્રથમ એક બાઉલમાં બધાં જ બીજ ડ્રાયફ્રૂટ મિક્સ કરી લેવાં. બીજા નાના બાઉલમાં મધ, પા કપ ઑલિવ ઑઇલ, મીઠું અને તજનો પાઉડર મિક્સ કરી લેવાં. આ મિશ્રણને બધા બીવાળા મિશ્રણમાં મિક્સ કરી લેવું. અવનને ૧૨૦ ડિગ્રી પર ગરમ કરવા મૂકવા હવે અવનના વાટકા ટાઇપ મોલ્ડને ગ્રીન કરી એમાં મિશ્રણને દબાવી વાટકા જેવો શેપ આપી ૨૦ મિનિટ માટે બેક કરવા મૂકવું. વીસ મિનિટ પછી પાછું કાઢી ચેક કરી પાછું વીસ મિનિટ બેક કરવા મૂકવું. દહીંને મલમલના કપડામાં ૩૦ મિનિમટ બાંધી વધારાનું પાણી નિકતારી લેવું. આ યોગર્ટમાં એક ટેબલસ્પૂન મધ ઉમેરી એને સાઇડ પર રાખવું. હવે સ્ટ્રૉબેરીના નાના પીસ કરી નૉનસ્ટિકક પૅનમાં ગૅસ પર ગરમ કરવા મૂકવું. એમાં એક ટેબલસ્પૂન મધ ઉમેરી જૅમ બનાવવો. હવે ગનોબા કપ લઈ એમાં એક સ્પૂન જૅમ પાથરો. એના ઉપર યોગર્ટ મૂકી ઉપર તમને ગમતાં ફ્રૂટ, ડ્રાય ચેરી, ડ્રાય ક્રૅનબેરી અને ફુદીનાનાં પાનથી ચિયા સીડ્સથી ગાર્નિશ કરો અને એન્જૉય કરો ગ્રેનોલા કપ્સ વિથ યોગર્ટ ઍન્ડ ચેરી ફિલિંગ.

ચોકો મૅન્ગો બાસ્કેટ (ડિઝર્ટ)

સામગ્રી
મૅન્ગો બૉલ્સ માટે : ૧ કપ મૅન્ગો પલ્પ, ૧ કપ કન્ડેન્સ્ડ મિ લ્ક, ૧ કપ છીણેલું પનીર, ૧ ટેબલસ્પૂન ઘી 
બાસ્કેટ માટે : ૧ પૅકેટ ચૉકલેટ ફ્લેવર્ડ બિ સ્કિટ, ૧ ટેબલસ્પૂન બટર, અડધો કપ અથવા જરૂર પ્રમાણે દૂધ

મૅન્ગો બૉલ્સની રીત
એક પૅનમાં ઘી મૂકી કન્ડેસન્ડ મિસલ્ક અને મૅન્ગો પલ્પ ઉમેરો ને હલાવો. થોડી વાર પછી છીણેલું પનીર ઉમેરો લમ્પી થઈ જાય (બધું એકસાથે પૅનમાં ફરવા માંડે) ત્યાં સુધી મીડિયમ 
આંચ પર કુક કરો. પછી ગૅસ બંધ કરી ઠંડું પડવા દો અને બોલ્સ વાળીદો.
બાસ્કેટની રીત
બિસ્કિટનો ભૂકો કરી ચાળી લો. અંદર બટર અને દૂધ ઉમેરી લોટ બાંધો. બાસ્કેટનો આકાર આપો. કોઈ પણ મોલ્ડ અથવા વાટીમાં મૂકીને શેપ આપો. થોડી વાર ફ્રિમજમાં ઠંડું કરવા મૂકો. અનમોલ્ડ કરો. બાસ્કેટમાં બૉલ મૂકી સર્વ કરો. બદામથી ગાર્નિશ કરો.

ચાઇનીઝ બાદશાહી લહેજત 

સામગ્રી 
૨૫૦ ગ્રામ રેડ કૅપ્સિકમ, ૨૫૦ ગ્રામ યલો કૅપ્સિકમ, બે મોટાં ટમેટાં, ૧ બ્રૉકોલી, ૧ ગ્રીન કૅપ્સિકમ, ૧૦૦ ગ્રામ બેબી કૉર્ન, ૫૦ ગ્રામ પનીર, ચીઝ ક્યુબ
બાદશાહનો પાંઉભાજી મસાલો. 

રીત
સૌપ્રથમ બધાં વેજિટેબલ સમારી લેવાં અને પછી એક કડાઈમાં બટર અને તેલ લેવું. જરા ગરમ થાય એટલે એમાં બધાં વેજિટેબલ નાખી દેવાં. એ ચડે એટલી વારમાં મિક્સરમાં લસણ અને લાલ મરચું, મીઠું અને બાદશાહનો મસાલો નાખી પેસ્ટ રેડી કરવી. ત્યાર બાદ બધાં શાકભાજી ચડી જાય એટલે સ્મૅશરથી સ્મૅશ કરી બાદશાહ મસાલાની પેસ્ટ કડાઈમાં નાખી થોડી વાર રંધાવા દેવું. ત્યાર બાદ ગૅસ બંધ કરી એક પ્લેટમાં નાખી એની પર સૌપ્રથમ પનીર ત્યાર બાદ ચીઝ અને એની પર બ્રોકલીનાં પાન નાખી સજાવવું. પણ સાચી મજા આવા વરસાદમાં ભાજીમાં બાદશાહનો મસાલો નાખવાથી જ આવશે.

Gujarati food mumbai food indian food