રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

08 July, 2021 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

જયશ્રી પ્રેમજી દેઢિયા, ગોરેગામ

વધેલા ભાતની ચીઝ કટોરી ચાટ વિથ લેમન આઇસ ટી

સામગ્રી 
કટોરી માટે : ૧ કપ વધેલા ભાત, ૧ કપ છાશ, અડધો કપ ચણાનો લોટ, મીઠું, મરચી, હળદર, ધાણાજીરું પાઉડર સ્વાદ અનુસાર, વઘાર માટે બે ચમચી તેલ, રાઈ અને જીરું
સ્ટફિંગની ચાટની સામગ્રી : ૧/૨ કપ મગ, મીઠું, બાદશાહ મસાલો, ગાર્નિશીંગ માટે ટમેટો સૉસ અને ખમણેલું ચીઝ
રીત
સૌપ્રથમ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી હિંગ, રાઈ-જીરાનો વઘાર કરવો. પછી છાશમાં ચણાનો લોટ બરાબર મિક્સ કરી નાખવો. એમાં મીઠું, મરચી પાઉડર, ધાણાજીરું, હળદર નાખી સતત હલાવતા રહેવું. તેલ ઉપર આવે એટલે વધેલા ભાત નાખી સતત હલાવવું. મિશ્રણ કડાઈ છોડી દે ત્યાં સુધી હલાવવું.
પછી કટોરીના મોલ્ડ પર તેલ લગાડી મિશ્રણ ભરી કટોરી તૈયાર કરવી. મોલ્ડ ન હોય તો નાની વાટકી પણ ચાલશે. એકદમ ઠંડું થયા નછી અનમોલ્ડ કરી લેવી કટોરી.
સ્ટફિંગ : પલાળેલા મગમાં મીઠું નાખી બાફવા રાખવા. બહુ વધારે ન બાફવા. છૂટા દાણા જ રાખવા. પછી એનું પાણી કાઢી સૂકા કરી એમાં બાદશાહ ચાટ મસાલો નાખી સ્ટફિંગ બનાવવું.
પીસતી વખતે વધેલા ભાતની કટોરી લેવી. એમાં મગનું સ્ટફિંગ ભરવું. પછી ટમેટો સૉસ અને ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરવું.
લેમન આઇસ્ડ ગ્રીન ટી
સામગ્રી 
૫૦૦ ગ્રામ પાણી, ૨૦૦ ગ્રામ ગોળ, બે ઝૂડી લીલી ચા, લીંબુનો રસ એક ટુકડો, આદું.
રીત
પાણી ગરમ કરી એમાં ગોળ નાખવો. ગોળનું પાણી ઠંડું થવા દેવું. લીલી ચા, આદુંને મિક્સરમાં પીસવાં. પીસતી વખતે ગોળવાળું પાણી જ લેવું. બધું મિક્સરમાં પીસી ચાળણીથી છાણી લેવું. પછી એમાં બાકીનું ગોળનું પાણી અને લીંબુનો રસ મિક્સ કરવા અને ફ્રિજમાં ઠંડું કરવા મૂકવું. એકદમ ઠંડું પીરસવું.

ચીઝ કૉન વિથ વાઇટ-સાલ્સા સૉસ, જિજ્ઞા સુરેશ સાવલા, ચિંચપોકલી

કૉન બનાવવાની સામગ્રી
૧ કપ મેંદો, બે ચમચી ઘઉંનો લોટ, ૧ ચમચી કૉર્ન ફ્લોર, ૧ ચમચો તેલ, ૧ ચમચી મલાઈ, સ્વાદ મુજબ મીઠું
કૉન બનાવવાની રીત
બધા લોટ મિક્સ કરી લોટ બાંધી રોટલી બનાવો. એમાંથી પતલી પટ્ટી કાપી લો. ઍલ્યુમિનિયમના કૉર્ન મોલ્ડ ઉપર આ પટ્ટી લગાવી દો. મોલ્ડને ધીમી આંચ ઉપર ગોલ્ડન બ્રાઉન તળી લો. 
ફિલિંગની સામગ્રી : ૧ કપ લાલ-પીળા-લીલાં શિમલા મરચાં, પોણો કપ બ્રૉકલી, પોણી વાટકી કોબી, પોણો કપ સેલરીનાં પાન, પોણો કપ ક્રશ કરેલા મકાઈના દાણા, પોણી વાટકી ખમણેલું ચીઝ, બે ચમચી રેડ ચિલી સૉસ, ૧ ચમચી વિનેગર, બે ચમચી સૉય સૉસ, ૧ વાટકી ડ્રાય નૂડલ્સ, બે ચમચી તેલ 
ફિલિંગ બનાવવાની રીત : બે ચમચી તેલ લઈ ફિલિંગની બધી સામગ્રી  સાંતળી લો. એમાં રેડ ચિલી સૉસ, વિનેગર, સૉય સૉસ, મીઠું અને ચીઝ નાખો. આ મિશ્રણ કોનમાં ભરી ડ્રાય નૂડલ્સ અને ચીઝ ભભરાવો. 
વાઇટ સૉસની રીત : બે કપ ઠંડું દૂધ, બે ચમચી કૉર્નફ્લોર, અડધી ચમચી કાળી મરીનો પાઉડર, મીઠું લઈ એને એક કડાઈમાં નાખી ગરમ કરો. 
સાલ્સા સૉસની રીત : ૪ સમારેલાં ટમેટાં, બે ચમચી સેલરી, બે ચમચી ટમેટો સૉસ, ૪ ચમચી પાર્સલી પાન, ૧ ચમચી વિનેગર, અડધી ચમચી કાળી મરચી પાઉડર, ૧ ચમચી લાલ મરચી પાઉડર, પોણી ચમચી જીરું પાઉડર, મીઠું લઈ હૅન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી ઠંડું કરી સર્વ કરો.

વેજિટેબલ મહારાણી, શીતલ ગઢિયા સાવંત, કાંદિવલી

સામગ્રી
ગ્રેવી માટે : ૧૫થી ૨૦ મિનિટ પલાળેલાં મિક્સ સૂકાં લાલ મરચાં, ૮-૧૦ સાબુરત, ચાર મોટાં લાલ ટમેટાં, બે મોટા કાંદા, ૭-૮ કાજુ ૧૫થી ૨૦ મિનિટ પલાળેલા, બાદશાહ ચિલી પાઉડર, હળદર, મીઠું, બાદશાહ હિંગ, બાદશાહ ગરમ મસાલા, બે લવિંગ, બે મોટી એલચી, ૧ તમાલપત્ર, પાંચ કાળાં મરી, ૧ ફૂલ ચક્રી, ૧ તજ, ઘી, આદું-લસણની પેસ્ટ બે ચમચી, કસૂરી મેથી ૧ ચમચી
કોફતા સામગ્રી : ત્રણ બાફેલા બટાટા, નાની દૂધી, ૫-૬ ચમચી મેંદો, બાદશાહ ચાટ મસાલા, કાળાં મરી પાઉડર, મીઠું, કોથમીર
ફિલિંગ સામગ્રી : મિક્સ ડ્રાયફ્રૂટની કતરણ, પનીર-ચીઝ મોટી ચમચી, ચાટ મસાલો, અનારદાના
રીત
સૌપ્રથમ પલાળેલાં મરચાં, ટમેટાં, કાંદા, કાજુ બધાંને બાફી લો ૧૦થી ૧૫ મિનિટ. બાફેલી ગ્રેવી ઠંડી કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. હવે પૅનમાં ઘી અથવા બટર નાખી આદું-લસણની પેસ્ટ સાંતળી લો. પછી આખા મસાલા સાંતળી લો. હવે ગ્રેવી ઍડ કરીને બધા પાઉડર મસાલા નાખી ઊકળવા દો. હવે કસૂરી મેથી અને કોથમીર નાખો. ગ્રેવી તૈયાર છે.
કોફતા માટે : કોફતાની બધી સામગ્રી ભેગી કરી બૉલ્સ બનાવી તૈયાર રાખો. ફિલિંગની સામગ્રી ભેગી કરી નાના બૉલ્સ બનાવી કોફતાના બૉલ્સ વચ્ચે ફિક્સ કરી નાખો. ત્યાર બાદ કોફતા તળી લો. હવે તળેલા કોફતા ગ્રેવીમાં મૂકી સર્વ કરો. કોથમીર અને મલાઈ સાથે સર્વ કરો ગરમાગરમ.

Gujarati food indian food mumbai food