રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

07 July, 2021 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

ફલક મિનેશ શાહ, કાંદિવલી

ફ્રેશ ફ્રૂટ બાસ્કેટ કેક

કેક : સામગ્રી
અડધો કપ દૂધ, ૧ ચમચી વિનેગર, શુગર ૧ કપ, ઑઇલ ૧/૨ કપ, લેમન જૂસ ૨ ચમચી, દહીં ૧/૪ કપ, મેંદો ૧૧/૨ કપ, બેકિંગ સોડા ૧ ચમચી, વૅનિલા એસેન્સ ૧ ચમચી
રીત
સૌપ્રથમ દૂધ અને વિનેગર મિક્સ કરી સાઇડ પર રાખો. બીજા બાઉલમાં શુગર, મેંદો અને બેકિંગ સોડા ચાળીને લેવા. એમાં ઑઇલ, લેમન જૂસ અને દહીં મિક્સ કરો. ત્યાર બાદ સાઇડ પર રાખેલું દૂધ અને વિનેગરનું મિશ્રણ ઍડ કરો. વૅનિલા એસેન્સ એક કરો, બધું બરાબર મિક્સ કરો. હાર્ટ શેપના કેક ટિનમાં બટર પેપર લગાવીને મિશ્રણને પાથરો. અવનમાં પ્રી-હીટ કરીને ૧૬૦ ડિગ્રી પર મૂકો. ૨૦ મિનિટ રહેવા દો. કેક રેડી.
વિપિંગ ક્રીમ : બીટરની મદદથી વિપિંગ ક્રીમને વિપ કરો. એના ૩/૪ અને ૧/૪ ભાગ કરો. ઓછો ભાગ છે એમાં સ્ટ્રૉબેરી એસેન્સ સ્લાઇટ નાખો જેથી રેડ કલર આવે. બીજો ભાગ વાઇટ રાખો.
શુગર સિરપ : અડધો કપ પાણી, ૨ ચમચી ખાંડ લઈ ઉકાળો. શુગર સિરપ રેડી.
આઇસીંગ કરવું : કેકને અનમોલ્ડ કરીને ઉપરનો ભાગ થોડો કટ કરીને પ્રૉપર શેપ આપો. કેકના બે ભાગ કરો. બન્ને ભાગ પર શુગર સિરપ લગાવો. એક પ્લેટમાં એક ભાગ લો. એના પર વાઇટ વિપ ક્રીમ લગાવવું. એના પર ઝીણા સમારેલાં ફ્રૂટ‍્સ પાથરવાં. ત્યાર બાદ બીજો ભાગ પાથરવો. આખી કેકને વાઇટ વિપિંગ ક્રીમથી કોટ કરો. ૧ કલાક ફ્રિજમાં રાખો.
ચૉકલેટ બાસ્કેટ કવર બનાવો : કેક ટિનના માપનું હાફ હાર્ટ શેપ કવર બનાવવું. ૧૦૦ ગ્રામ ચૉકલેટ કમ્પાઉન્ડને મેલ્ટ કરીને ચૉકલેટ સિરપ બનાવવું. બટર પેપર પર હાફ હાર્ટ શેપ ડ્રૉ કરીને એના પર ચૉકલેટ સિરપનું લેયર કરવું. લેયર થોડું જાડું રાખવું. એને સૉલિડ કરવા ફ્રિજમાં મૂકો.
કેક બાસ્કેટ બનાવવી : ૩૫ નંબરના નોઝલનો યુઝ કરી રેડ અને વાઇટ બે વિપ ક્રીમના કોન તૈયાર કરવા. કેક પર સૌપ્રથમ રેડ કલરની વર્ટિકલ લાઇન નીચે સુધી ડ્રૉ કરો. એના પર વાઇટ કલરની હૉરિઝોન્ટલ લાઇન ૧ સે.મી. જેટલી લાંબી અને હાફ સે.મી.ના અંતરે નીચે સુધી કરવી. આ જ રીતે કેકની બધી સાઇડ પર અને ઉપરના હાફ ભાગમાં સેમ ડિઝાઇન કરવી. ઉપરના બીજા હાફ ભાગમાં મનગમતાં ફ્રૂટ પાથરવા. ચૉકલેટ કવરને હાફ પૉર્શનથી ગોઠવવું. એના પર પણ સેમ ડિઝાઇન કરવી. કેકની બૉર્ડર રેડ કલરથી કરવી. ફ્રૂટ બાસ્કેટ કેક રેડી.
નોંધ : ફ્રૂટ કોઈ પણ સીઝનલ હોય એ લઈ શકાય છે. (સ્ટ્રૉબેરી, જામુન, ગ્રેપ્સ, મૅન્ગો, ઑરેન્જ)

વિનર -2: કેળાના ફૂલનું શાક, વિશાખા ચંદ્રકાન્ત ઠક્કર, ઘાટકોપર

સામગ્રી
૧ કેળાનું ફૂલ, અડધી વાટકી દેશી ચણા
ગ્રેવી માટે : ૧ ડુંગળી, નાનો આદુંનો ટુકડો, ૧ મોટી ચમચી સૂકા કોપરાનું છીણ, ૧ ચમચી કોથમીર, અડધી ચમચી ધાણાજીરું
વઘાર માટે : ૨ મોટી ચમચી તેલ, ૧ ચમચી રાઈ, ૧/૨ ચમચી જીરું, ચમટી હિંગ, અડધી ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ગોળ, ૩ ચમચી કેરીની ચીરી, સ્વાદ પ્રમાણે મીઠું
રીત
કેળાના ફૂલને સાફ કેવી રીતે કરવું એ જોઈએ. કેળાના ફૂલને પહેલાં ઉપરનું પડ કાઢી લો એટલે અંદરથી ફૂલનો ગુચ્છો નીકળશે એ અલગ કાઢી લો. આમ એની દાંડી દેખાય ત્યાં સુધી કાઢી લો. હવે જે ફૂલનો ગુચ્છો કાઢ્યો એની પાકળી અલગ કરવી. હવે અંદરનો કાળો દંડો કાઢી લો. હવે બધી કળી અલગ થઈ જાય એટલે એને ૨૦ મિનિટ માટે મીઠા પાણીમાં બોળી રાખવું. એનાથી એની કડવાશ અને ચીકટપણું પણ નીકળી જશે. હવે કેળાના ફૂલને નીચોવીને પાણીમાંથી કાઢી લો. હવે એને ઝીણા સમારી લો. હવે કુકરમાં પલાળેલા ચણા અને સમારેલા ફૂલને અલગ-અલગ ડબ્બામાં બાફી લો. ૨-૩ સીટી વાગવા દેવી. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, હિંગ નાખી પછી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી. હવે સરખું શેકી લેવું. હવે એમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ગોળ અને કેરી નાખી સરખું મિક્સ કરી લેવું. હવે એમાં ચણા અને કેળાનાં ફૂલ નાખી એકદમ મિક્સ કરી લેવું. ચણા બાફેલું જે પાણી હશે એ મિક્સ કરીને ઉકાળવું. પછી તાજું કોપરાનું છીણ ઉમેરવું અને ગૅસ બંધ કરવો. આ શાક તમે રોટલી, પરાઠાં કે પછી ભાત સાથે ખાઈ શકો છો. 

વિનર 3 : ડ્રાયફ્રૂટ‍્સ, ઘઉં-ગોળની બ્રાઉની, ભારતી ધીરજ ગડા, ભાયખલા 

સામગ્રી
૧ કપ ઘઉંનો લોટ, અડધો કપ કોકો પાઉડર, ૧ ચમચી કૉફી પાઉડર, અડધી ચમચી બેકિંગ પાઉડર, પોણી ચમચી બેકિંગ સોડા, ચપટી મીઠું, પોણો કપ દહીં, ૧ કપ ગોળનો પાઉડર, પા કપ શિંગતેલ, ૧ ચમચી વૅનિલા એસેન્સ
સામગ્રી
ઘઉંનો લોટ, કોકો પાઉડર, કૉફી પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું એક મોટા બાઉલમાં લેવું. પછી દહીં અને જૅગરી પાઉડર, તેલ, વૅનિલા એસેન્સ બધાને મિક્સ કરવું અને અંદર સૂકો મેવો નાખવો (અખરોટના ટુકડા, કાજુના ટુકડા, કિસમિસ, બદામના ટુકડા). બધી સામગ્રીને મિક્સ કરવી. ત્યાર બાદ કેકની ટ્રેમાં બધી બાજુએ થોડું ઘી લગાવવું. પછી થોડો ઘઉંનો લોટ ભભરાવો. અવનમાં ૨૫-૩૦ મિનિટ ૧૮૦ ડિગ્રી પર બેક કરવું અને ઠરે એટલે એની પર ચેરીના ટુકડા, ટૂટીફ્રૂટી, કાજુના ટુકડા, ડાર્ક સૉસ, ચોકો ચિપ્સથી સજાવટ કરવી.

Gujarati food mumbai food indian food