રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

06 July, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

ચેતના મિહિર ઠક્કર, મુલુંડ

અનારકલી (બંગાલી મીઠાઈ)

સામગ્રી 
૧ લિટર  ગાયનું દૂધ, ૨-૩ ચમચી વિનેગર, ૨ કપ સાકર, ૬ કપ પાણી, પીળો કલર, વિપ ક્રીમ, ચેરી, બદામ (ડેકોરેશન માટે)
રીત 
૧ લિટર ગાયના દૂધને ગરમ કરવું. ઊભરો આવે એટલે ગૅસ બંધ કરી પતલી મલાઈ કાઢી વિનેગરથી દૂધ ફાડવું. પછી ગળણીમાં પનીર નાખી નળ નીચે ધોઈ નાખવું. ત્યાર બાદ નૅપ્કિનમાં બાંધીને ૧૦ મિનિટ ફ્રીઝરમાં રાખવું. ૧૦ મિનિટ પછી બહાર કાઢી એમાં ૧ ચમચી સાકર નાખી હળવે હાથે મસળવું. એમાં પીળો કલર નાખી મિક્સ કરી એના ૧૨ ઓવલ શેપના ગોળા બનાવવા.
ચાસણી : ૨ કપ સાકર અને ૬ કપ પાણી નાખી ચાસણી ગૅસ પર મૂકવી. પાણી ઊકળે એટલે એમાં ગોળા નાખવા. ૧૦ મિનિટ પૂરું ઢાંકીને વાસણ રાખવું. ૧૦ મિનિટ પછી નીચે ઉતારી એમાં ૩-૪ ટુકડા બરફ નાખવા. ઠંડું પડ એટલે ૪-૫ કલાક ફ્રિજમાં રાખી પછી ચાસણીમાંથી ડિશમાં કાઢી ૧ કલાક પાછું સેટ કરવા મૂકવું. પછી વિપ ક્રીમ ચેરીને અડધી બદામથી ડેકોરેશન કરવું. ‍એકદમ બહાર જેવી બંગાલી મીઠાઈ ઘરમાં જ બનશે.

સ્પાઇસી ઢોકળાં શૉટ‍્સ

કવિતા વિપુલ શાહ

સામગ્રી 
સફેદ ઢોકળાં માટે : ૧ કપ ચોખા (કોઈ પણ), ૧/૪ કપ અડદની દાળ, ૧ મુઠ્ઠી પૌંઆ.
પીળાં ઢોકળાં માટે : ૧ કપ મગની દાળ, ૧/૪ કપ અડદની દાળ
સાલસા સૉસ માટે : ૪ નંગ ટમેટાં, ૪ નંગ ગ્રીન કૅપ્સિકમ, ૧ ચમચી ટમૅટો સૉસ, ૧ ચમચી લાલ મરચાં પાઉડર, તીખી ગ્રીન ચટણી.
રીત 

સફેદ અને પીળાં ઢોકળાંની સામગ્રી ૪ કલાક પલાળી લો. પછી સફેદ ઢોકળાંનું ખીરું વાટીને એક બાઉલમાં રાખો, પછી પીળાં ઢોકળાંનું ખીરું પણ વાટી રાખો. હવે સાલસા સૉસ બનાવી લઈએ. ટમેટાં અને શિમલાના નાના ટુકડા કરી લો. હવે થોડું તેલ મૂકી શિમલા સાંતળો પછી એમાં ટમેટાં ઉમેરો. ચઢવા આવે ત્યારે એમાં ટમૅટો સૉસ, મીઠું અને લાલ મરચું સ્વાદ પ્રમાણે નાખો. હવે સાલસા સૉસ પછી ગ્રીન ચટણી બનાવો. ચટણી તીખી અને ટેસ્ટી બનાવી એમાં ૧ ચમચી મેયોનીઝ નાખવું. બેસીલ પણ વાટવામાં નાખો. હવે આપણે નાના ગ્લાસ લઈએ. સફેદ ઢોકળાંના ખીરામાં મીઠું, આદું મરચાંની પેસ્ટ અને એક થાળીએ ૧ પૅકેટ ઇનો ઉમેરી સરસ હલાવી તૈયાર કરવું. એ જ રીતે પીળાં ઢોકળાંનું ખીરું તૈયાર કરવું. પછી નાના ગ્લાસમાં પીળાં ઢોકળાંનું ખીરું ૧ ચમચી જેટલું નાખવું (પીળાં ઢોકળાંમાં ચપટી‌ક હળદર નાખવી) પછી જેમ ઢોકળાં સ્ટીમ કરીએ એમ થાળીમાં જેટલા ગ્લાસ રહે એમ સ્ટીમ કરવા. પાંચ મિનિટ પછી એના પર ચટણી ચોપડી (૧ ચમચી) પછી સફેદ ઢોકળાંનું ખીરું ૧ ચમચી નાખવું અને ફરી સ્ટીમ કરવું. પાંચ મિનિટ પછી થાળી કાઢીને ૧ ચમચી સાલસા ચોપડવો. પછી ફરીથી એના પર પીળાં ઢોકળાંનું ખીરું નાખવું (૧ ચમચી). નાના ગ્લાસ ઉપર સુધી ભરાઈ જવા જોઈએ નહીં તો એક લેયર પાછી કરવી. હવે ઉપર કોથમીર નાખી ફરીથી સ્ટીમ કરવું. છેલ્લે થાળી કાઢી ઉપર ચીઝ ખમણીને નાખવું અને ઑરેગૅનો ચિલ્લો ફ્લેક્સ ભભરાવવા. સર્વ કરતી વખતે ૩ મિનિટ સ્ટીમ અથવા માઇક્રોવેવમાં ગરમ કરી સર્વ કરવું. ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને ટેસ્ટી ઢોકળાંને ગ્લાસમાં સર્વ કરી બધાને ખુશ કરવા.

ઇન્સ્ટન્ટ હેલ્ધી ઓટ‍્સ અપ્પમ

રુપલ ધર્મેન્દ્ર દેસાઇ

સામગ્રી  
૧ કપ રવો, ૧ કપ સફોલા ઓટ‍્સ, ૧/૪ કપ ફણગાવેલા મગ, ૧ ચમચી બાફેલા મકાઈના દાણા, ૧ ચમચી બાફેલા વટાણા, ૧ ચમચી શિંગદાણા, ૧ ચમચી લાલ-લીલાં અથવા પીળાં કૅપ્સિકમ, ૧ ચમચી ગાજર ઝીણું સમારેલું, ૨ ચમચી, કોથમીર, ૨ ચમચી પાલક સમારેલી, ૧ ચમચી ફુદીનો ઝીણો સમારેલો, ૧ ચમચી આદું મરચાં વાટેલાં, મીઠું સ્વાદ મુજબ, ખાટી છાશ.
વઘાર : ૨ ચમચી રાઈ, ૧ ચમચી અડદની દાળ, ૮થી ૧૦ 
પાન લીમડાનાં ઝીણાં સમારેલાં, ‌હિંગ.
રીત 
સૌપ્રથમ રવામાં ૧ ચમચી તેલ નાખી હાથથી મિક્સ કરી પાંચ મિનિટ રહેવા દેવું. પછી એમાં ઓટ‍્સ નાખી હલાવવું. ઉપર જણાવેલાં બધાં જ શાકભાજી એમાં નાખવાં. મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને દોઢ કપ ખાટી (મીડિયમ) છાશ ઉમેરી ખીરું બનાવવું. પછી એમાં વઘાર રેડવો અને અને ૧ પૅકેટ બ્લુ ઇનો લઈ તરત જ હલાવવું. અપ્પમ પૅનમાં ઑઇલ લગાડી એમાં ૧ ચમચી ખીરું દરેકમાં નાખી ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ થવા દેવું. પછી ઉપર ફરીથી ઑઇલથી ગ્રીસ કરીને અપ્પમને બીજી બાજુ ફેરવવું. ચા, કૉફી, લીલી ચટણી અથવા સાઉથ ઇન્ડિયન લાલ ચટણી સાથે ખૂબ સારાં લાગે છે.

Gujarati food mumbai food indian food