રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

23 June, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

આજના વિનર ૧ પાયલ અમીષ શાહ અને તેમની રેસિપી

વિનર ૧: પાયલ અમીષ શાહ

ક્રિસ્પી પનીર ટિક્કા ચીઝ ડિસ્ક

સામગ્રી

રાઈનું તેલ બે ટેબલસ્પૂન, લાલ મરચું ૧ ટીસ્પૂન, ધાણાજીરું ૩/૪ ટીસ્પૂન, ગરમ મસાલો ૧/૪ ટીસ્પૂન, જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન, લીંબુનો રસ ૧/૨ ચમચી, સંચળ પાવડર ૧/૨ ટીસ્પૂન, ચાટ મસાલો ૧/૨ ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, આદું-મરચાંની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન, બેસન ૧/૨ ટીસ્પૂન, કસૂરી મેથી ૧/૨ ટીસ્પૂન

દહીં મોળું ૧/૩ કપ, પનીર ૧૫૦ ગ્રામ ક્યુબ,  લાલપીળા કેપ્સીકમ ૩ ટેબલસ્પૂન, ટમેટાં બારીકબે ટેબલસ્પૂન, તેલ ૧ ટેબલ સ્પૂન, મિલન્ટ મેયોનીઝ

ગ્રીન ચટણી: ૨.૫ ટેબલસ્પૂન મેયોનીઝ ૩ ટેબલસ્પૂન, બ્રેડ સ્લાઇસ બ્રાઉન અથવા સફેદ બ્રેડ

રીત:

સૌ પ્રથમ રાઈનું તેલ લેવું. ૧ ચમચી લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુનો રસ, ચાટ મસાલો, સંચળ, કસૂરી મેથી, અદરક-મરચાંની પેસ્ટ, બેસન, મોળું દહીં બધું જ મિક્સ કરી એમાં ટમેટાં, લીલાં-પીળાં કૅપ્સિકમ નાખી મૅરિનેટ કરવા મૂકવું. ૨૦ મિનિટ ઢાંકીને રાખી દેવું. મિન્ટ મેયોનીઝ રેસિપી ૩ ચમચી મેયોનીઝ, ગ્રીન ચટણી મિક્સ કરી તૈયાર કરવું.

રિન્ગ તૈયાર કરવાની રીત:

બ્રેડ લઈ ગોળ કટરથી રાઉન્ડ બ્રેડ કાપવી. બીજી બ્રેડ લઈ રિન્ગના શેપમાં ગોળ કાપી રિન્ગ તૈયાર કરવી. બચેલી બ્રેડની બ્રાઉન સાઇડને તળી બ્રેડક્રમ્સ બનાવી વાપરવી. બ્રેડની બે સ્લાઇસ તૈયાર થશે. હવ તેલ મૂકી મૅરિનેટેડ પનીરનું સ્ટફિંગ ૧૦ મિનિટ કડાઈમાં શેકી લેવું. થોડુંક ગરમ થાય ત્યાં સુધી પછી મિશ્રણને થોડું થવા દેવું.

પનીટ ટિક્કા ડિસ્ક બનાવવાની રીત:

એક મોટી કડાઈમાં મીઠું મૂકી ગરમ કરવા મૂકવું. મીઠું જાડું લેવું. નીચે એક કાટલો મૂકવો. એક  સ્ટીલની ડિશને ઍલ્યુમિનિયમ ફૉઇલથી કવર કરી એની ઉપર પનીર રિન્ગ તૈયાર કરી મૂકવી અથવા અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ મૂકી શકાય. સૌપ્રથમ નીચેની રાઉન્ડ બ્રેડ પર ગ્રીન મેયોનીઝ લગાવવું. એની ઉપર રિન્ગ મૂકી વચ્ચે પનીર ટિક્કા સ્ટફિંગ મૂકી એની ઉપર ચીઝ પાથરવું. પછી કડાઈમાં ૧૫ મિનિટ ધીમા ગૅસ પર ડિશમાં મૂકી થવા દેવું. સ્વાદિષ્ટ પનીર ટિક્કા ડિસ્ક તૈયાર થઈ જશે. નાનાથી લઈ મોટા સૌકોઈને ભાવશે. આ સ્વાદિષ્ટ રેસિપી જરૂરથી બનાવજો અને સૌકોઈ આ રેસિપી બનાવી માણજો.

 

વિનર ૨: મૈત્રી ઇલેશ ધરોડ

ચટપટા જૈન મોમોઝ

સામગ્રી: (પૂરણ માટે)

૧/૪ કપ બારીક કાપેલી કોબી, ૧/૪ કપ બારીક કાપેલી ફણસી, ૧/૪ કપ બારીક કાપેલાં લીલાં શિમલા મરચાં, ૧/૪ કપ બારીક કાપેલાં લાલ શિમલા મરચાં, ૧/૪ કપ બારીક કાપેલાં પીળાં શિમલા મરચાં, ૧/૩ કપ મકાઈના દાણા, ૧/૩ કપ બારીક કાપેલી કોથમીર, ૧ ચમચી બારીક કાપેલાં લીલાં મરચાં, ૧/૩ કપ છીણેલું પનીર, ૧/૩ કપ છીણેલું ચીઝ, ૧ ચમચી સૉય સૉસ, ૧ ચમચી ટમૅટો સૉસ, ૧ ચમચો તેલ, ૧/૨ ચમચી બાદશાહ ગરમ મસાલો, ૧/૨ ચમચી સૂંઠ પાઉડર, ૧/૨ ચમચી મરીનો પાઉડર, ૧/૨ ચમચી ઑરેગાનો, સ્વાદ પ્રમાણે મીઠું

સામગ્રી: (લોટ માટે)

૧૨૫ ગ્રામ મેંદો, ૧૨૫ ગ્રામ ઘઉંનો લોટ, ૧/૩ ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, નવશેકું પ્રમાણસર પાણી

રીત: લોટ માટે બધી સામગ્રી ભેગી કરી લોટ બાંધી ઢાંકીને મૂકી દેવું.

પૂરણ માટે એક કડાઈમાં તેલ લઈ એમાં તેલ ગરમ થતાં સૂંઠનો પાઉડર, મરચી નાખી હલાવવું. પછી એમાં વારાફરતી કોબી, ફણસી, બધાં શિમલા મરચાં અને મકાઈના દાણા નાખી હલાવવું. થોડી વાર ચડવા દેવું. બધી જ શાકભાજી અધકચરી ચડી જાય એટલે એમાં બાદશાહનો ગરમ મસાલો, મરી પાઉડર, મીઠું, ઑરેગાનો, સૉય સૉસ, ટમૅટો સૉસ નાખી મિક્સ કરવું. પછી ગૅસ બંધ કરી એમાં ચીઝ, પનીર, કોથમીર નાખી મિશ્રણને બરાબર હલાવી ઠંડું થવા દેવું.

મોમોઝ બનાવવા

લોટના નાના લૂઆ કરી પૂરી જેવું વણવું. એમાં ૧થી ૧ ૧/૪ ચમચી પૂરણ ભરી બધી સાઇડથી વાળી મોદકના આકારમાં વાળવું. કડાઈમાં તળવા માટે તેલ લઈ તેમાં ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. પછી સૉસ કે ચટણી સાથે ખાવા.

નોંધ: આ જૈન વાનગી છે જે ખૂબ ઓછા સમયમાં પૌષ્ટિક રીતે બને છે. નાનાં બાળકોને પણ ભાવે છે.

 

વિનર ૩: પ્રણાલી હર્ષદ વરિઆ

જમ્બો પનીર હૉટ ડૉગ

લિક્વિડ ચીઝ માટેની સામગ્રી

બટર ૩થી ૪ ટેબલસ્પૂનઽ, મેંદો ૧ ટેબલસ્પૂન, દૂધ ૧ કપ, ચીઝ ક્યુબ્સ ૬થી ૭ નંગ

પૂરણ માટેની સામગ્રી: બાફેલા બટેટા ૨ નંગ, ગાજર ૨ નંગ, કૅપ્સિકમ ૩ નંગ, કાંદા ૪ નંગ, પનીર ૩૦૦ ગ્રામ નાના ટુકડા કાપેલા, પાંઉભાજી મસાલો ૨ ચમચી, લાલ મરચું ૧ ચમચી, ધાણાજીરું ૧ ચમચી, હળદર ૧/૨ ચમચી, ચિલી ફ્લેક્સ ૧ ચમચી, ઑરેગાનો ૧ ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, બટર ૨ ટેબલસ્પૂન, જમ્બો ગાર્લિક લોફ ૧ નંગ

લિક્વિડ ચીઝ બનાવવાની રીત

એક પૅનમાં બટર લઈ એમાં મેંદો નાખી શેકી લેવો. પછી એમાં દૂધ  નાખી હૅન્ડ બીટરથી સરખું હલાવી લેવું. પછી એમાં ચીઝ ક્યુબ્સ ખમણીને નાખવા. સરખું મિક્સ કરવું. રેડી છે લિક્વિડ ચીઝ.

પૂરણ બનાવવાની રીત

એક પૅનમાં બટર લેવું. ત્યાર બાદ એમાં કાંદા સાંતળવા. પછી એમાં ગાજર અને કૅપ્સિકમ નાખી સાંતળવા. થોડાં વેજિટેબલ ક્રન્ચી રાખવાં. પછી એમાં પાંઉભાજી મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. પછી બાફેલા બટેટા મ‍ૅશ કરી નાખવા. પછી ચિલી ફ્લેક્સ અને ઑરેગાનો નાખી સરખું મિક્સ કરી ગૅસ બંધ કરવો. ત્યાર બાદ એમાં પનીરના ટુકડા નાખી સરખું મિક્સ કરવું. રેડી છે પૂરણ.

એસેમ્બલ કરવાની રીત

લોફને વચ્ચે કાપો મારવો. વચ્ચેથી થોડું પૂરણ ભરવા માટે બ્રેડનો ભાગ કાઢી નાખવો (બ્રેડમાં ખાડો કરવો). પછી એમાં લિક્વિડ ચીઝ અંદરના ભાગમાં લગાડવું. પછી એમાં બનાવેલું પૂરણ ભરવું અને પછી ઉપર ચીઝ ખમણવું. પછી અવન અથવા પૅનમાં બટર લગાડી શેકી લેવું. પછી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસવું. રેડી છે જમ્બો પનીર હૉટ ડૉગ.

Gujarati food mumbai food indian food