રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

23 June, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

આજના વિનર પારુલ પરેશ શાહ અને તેમની રેસિપી

વિનર ૧: પારુલ પરેશ શાહ

ઇટાલિયન પેસ્તો પનીર પરાઠા વિથ ટેન્ડર કોકોનટ મખાના સૂપ

રીતઃ

લોટ માટે

૫૦ ગ્રામ ઘઉંનો લોટ, ૫૦ ગ્રામ રાજગરાનો લોટ, એક ચમચી મિક્સ હર્બ્સ અને અજમો, એક ચપટી પિન્ક સૉલ્ટ, ૧ ટેબલસ્પૂન દહીં, ૧ ચમચી કાળા અને સફેદ તલ, પનીરનું પાણી લોટ બાંધવા માટે.

બધાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ સારી રીતે મિક્સ કરી દહીં અને પનીરના પાણીથી પરાઠાનો લોટ બાંધવો.

સ્ટફિંગ માટે

પનીર  ૫૦ ગ્રામ, ઝીણાં સુધારેલાં વેજિટેબલ, ૧ ટેબલસ્પૂન લાલ કૅપ્સિકમ

૧ ટેબલસ્પૂન પીળાં કૅપ્સિકમ, ૧ ટેબલસ્પૂન લીલાં કૅપ્સિકમ, ૧ ટેબલસ્પૂન લીલી ઝુકિની, ૧ ટેબલસ્પૂન પીળી ઝુકિની ૧ ટેબલસ્પૂન બ્રૉકલી, ૧ ટેબલસ્પૂન બેબી કૉર્ન, ૧ ટેબલસ્પૂન પર્પલ કોબીજ, ૧ ટેબલસ્પૂન પાર્સલી અને સેલરી હર્બ્સ.

વેજિટેબલ્સને ૧ મિનિટ સૉતે કરી એમાં પાર્સલી અને સેલરી ઉમેરીને  ઠંડું થવા દો.

પેસ્તો સૉસ માટે

રોસ્ટેડ શિંગદાણા ૧ ટેબલસ્પૂન, ૧૦-૧૨ ઇટાલિયન બેસિલ પાન, ૧ ટેબલસ્પૂન લીંબુ જૂસ, કાળાં મરીનો પાઉડર અને પિન્ક નમક સ્વાદ અનુસાર બધું બરાબર મિક્સ કરી એમાં ૧ ચમચી પાણી ઉમેરી મિક્સરમાં પીસી પેસ્તો સૉસ તૈયાર કરો. પેસ્ટો સૉસ, પનીર અને વેજિટેબલ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

ગાર્નિશ માટે

પીનટ ચિલી મિન્ટી બટર, શેકેલા સિંગદાણા + ૧/૫ ગ્રીન ચિલી + ૧૦-૧૨ મિન્ટ પાન + પિન્ક મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સરમાં બ્લેન્ડ કરી બટર બનાવો પરાઠા પર લગાવવા માટે.

રીત: લોટને મસળી પરાઠા વણો. સ્ટફિંગ ભરી ત્રિકોણ પરાઠા વણી તવી પર બન્ને બાજુ શેકી લો. અને પીનટ ચિલી મિન્ટી બટર લગાવો.

સૂપ માટે

૧ લીલું નારિયેળ મલાઈ સાથે + ૨૫ ગ્રામ રોસ્ટેડ મખાના પાઉડર + ૧ ટેબલસ્પૂન બ્લાન્ચ બ્રૉકોલી (ગ્રીન કલર માટે) મિક્સરમાં બ્લેન્ડ કરી લો. લીલા નારિયેળનું પાણી ઉમેરી સૂપને બૉઇલ કરી લો. કાળાં મરીનો પાઉડર અને પિન્ક મીઠું ઉમેરો.

૧ ટેબલસ્પૂન રોસ્ટેડ કાજુ,

બદામ, અખરોટ, પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ્સ ગાર્નિશ કરો.

પરાઠાને ટેન્ડર કોકોનટ મખાના સૂપ સાથે સર્વ કરો.

 

વિનર ૨: રીટા શાહ

મૅન્ગો રવા કેક

સામગ્રી: ૧ વાટકી બારીક રવો, બે ટેબલસ્પૂન મૅન્ગો પલ્પ, ૧/૨ વાટકી ઘી ૧/૨ વાટકી ખાંડ, ૧/૨ વાટકી દહીં (તાજું), ચપટી મીઠું, ૧/૨ ટી-સ્પૂન ઇનો

રીત: એક ટોપમાં રવો, મૅન્ગો પલ્પ, ઘી, ખાંડ, દહીં, મીઠું મિક્સ કરવાં. ૧/૨ કલાક રેસ્ટ આપવો. ૧/૨ કલાક પછી તવાને ગરમ કરવો. એના ઉપર અપ્પમ પાત્ર મૂકવું. અપ્પમ પાત્રને ઘીથી ગ્રીસ કરવું. હવે બૅટરમાં ૧/૨ ટીસ્પૂન ઇનો નાખી ફેંટીને અપ્પમ પાત્રમાં ભરવું. ઢાંકીને ૩ મિનિટ રાખવું. પછી ૧૦ મિનિટ ખુલ્લું મીડિયમ ગૅસ પર થવા દેવું. ઉપરનો ભાગ થોડો સુકાય એટલે કેકને ઊલટાવવી. પાંચ મિનિટ પછી ગૅસ બંધ કરી ઢાંકીને ૩ મિનિટ રાખવું. ઠંડું થાય એટલે ડિમોલ્ડ કરી સર્વ કરવી.

 

વિનર ૩: નીતા બંકિમ જોશી

જુવારનાં મૂઠિયાં-પીત્ઝા

સામગ્રી: ૧ કપ જુવારનો લોટ, ૧ ચમચી જવનો લોટ, બે ચમચી તેલ, ૧/૨ કપ શેકેલા શિંગદાણાનો ભૂકો (અધકચરો), આદું-મરચાં-લસણની પેસ્ટ ૧ ચમચી, ૧ નાની ચમચી હળદર, લીંબુ, સાકર, ૧ કાચી દૂધીનું છીણ, ૧ કપ પાલક સમારેલી, ૧/૨ કપ ગાજર છીણેલું, ૧/૨ કપ કોબીજ છીણેલી

વઘાર માટે - ૧ ચમચી તેલ, રાઈ, જીરું, તલ અને ભભરાવવા માટે કોથમીર

રીત: સૌપ્રથમ બાઉલમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરવી. પછી હળવા હાથ લોટ બાંધવો. જરૂર પડે તો જ પાણી નાખવું અથવા દૂધીના છીણથી જ લોટ બંધાશે. લોટ જરા ઢીલો હોવો જોઈએ, જે આપણે હાથેથી પાથરી શકીએ. ઢોકળાં જેમાં કરતા હોઈએ એની તૈયારી કરવી. પછી થાળીમાં અથવા ડિશમાં આ મિશ્રણ પાથરવું અને ૧૦-૧૨ મિનિટ હાઈ ફ્લેમ પર બાફવા મૂકી દેવું અથવા અવનમાં મૂકવું હોય તો ૬થી ૮ મિનિટ હાઈ પર મૂકવું. પછી એને ચપ્પુ મારીને ચેક કરવું. બરાબર ચડી ગયું હોય તો ઉતારી લેવું અને પીત્ઝાની જેમ કાપવું. છેલ્લે એક પૅનમાં તેલ નાખી રાઈ-જીરું અને તેલનો વઘાર મૂકવો. પછી એના પર ૧-૧ પીસ મૂકી બેઉ બાજુથી ક્રિ સ્પી શેકી લેવું. પછી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવું.

આ વાનગી ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ જ સારી અને હેલ્ધી છે. બાળકો પણ હોંશે-હોંશે ખાશે.

food Gujarati food mumbai food indian food