રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

10 July, 2021 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

વર્ષા રાકેશ શેઠ, કાંદિવલી

ઍપલ કૉબ્લર

સામગ્રી
બે પૅકેટ પાર્લે-જી બિસ્કિટ, ૧ કપ દૂધ, ૪ ચમચી સાકર, ૧/૨ બેકિંગ સોડા, ૧ ચમચી વૅનિલા એસેન્સ, ૧ નંગ સફરજન, ૧/૨ વાટકી સાકર, ૧/૨ ચમચી તજ પાઉડર, બે ચમચી કાજુ, બદામ, અખરોટના ટુકડા, બે નંગ ફુદીનાનાં પાન, ૧ ચમચી સ્ટ્રૉબેરી સિરપ, વૅનિલા આઇસક્રીમ
રીત
સૌપ્રથમ એક બાઉલમાં બિસ્કિટ, દૂધ, બેકિંગ પાઉડર, ૪ ચમચી સાકર, વૅનિલા નાખી રહેવા દેવું. ત્યાર બાદ સફરજનની છાલ કાઢી ટુકડા કરવા. એક બાઉલમાં ૧/૨ વાટકી સાકર લઈ એમાં સાકર ડૂબે એટલું પાણી નાખી પાંચ મિનિટ ગરમ કરવું. 
બિસ્કિટવાળા મિશ્રણમાં બ્લૅડર ફેરવવું. જાડું ખીરું બનાવવું. ખીરાને બેકિંગ ટ્રેમાં ઠાલવવું. પછી સફરજનવાળા  મિશ્રણને પણ ઠાલવવું. ત્યાર બાદ ૨૦ મિનિટ બેક કરવું. ૧ પ્લેટમાં બેક કરેલું કોબ્લરને કટ કરી મૂકવું. એના ઉપર વૅનિલા આઇસક્રીમ, સ્ટ્રૉબેરી સિરપ, કાજુ, બદામ, અખરોટ, ફુદીનાનાં પાનથી સજાવવું.

સ્ટફ્ડ ચટપટા કોન, શિલ્પા કમલેશ પાનસુરિયા, દહિસર

સામગ્રી
પડ માટે : ૧ કપ મેંદાનો લોટ (તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો), સ્વાદ અનુસાર મીઠું, ચપટી અજમો, બે ચમચી તેલ મોણ માટે
બધી સામગ્રી મિક્સ કરી પૂરી જેવો લોટ બાંધી મલમલના કપડાથી ઢાંકીને અડધો કલાક મૂકી દો.
સ્ટફિંગ માટે : ૧ કપ બાફેલા સ્વીટ કૉર્ન, ૧/૨ કપ છીણેલું ગાજર, બે ચમચી છીણેલાં શિમલા ‌મરચાં, ૧ બાફેલું બટેટું, ૧ નંગ બારીક સમારેલો કાંદો, આદું-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, બારીક સમારેલી કોથમીર, ૧ ચમચી મેયોનીઝ
સર્વ કરવા માટે : સેવ, ટમેટો કેચપ
રીત
સૌપ્રથમ એક પૅનમાં બે ચમચી તેલ મૂકી એમાં આદું-મરચાંની પેસ્ટ સાંતળો. પછી એમાં ગાજર, શિમલા મરચાં, કાંદો નાખી સાંતળો. થોડું સંતળાય પછી સ્વીટ કૉર્ન, બાફેલું બટેટું નાખી મિક્સ કરો. સ્વાદ અનુસાર મીઠું નાખી સ્ટફિંગ તૈયાર કરો. મસાલાને વધારે સાંતળવાનું નથી. ગૅસ બંધ કરી એમાં મેયોનીઝ અને કોથમીર નાખો.
તૈયાર કરેલા લોટમાંથી પૂરી વણો. એને અડધી કાપી કોન શેપ આપો. એમાં સ્ટફિંગ ભરી બરાબર દબાવો. આ રીતે બધા કોન તૈયાર કરો. એને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો.
સર્વ કરતી વખતે કોનની ઉપર સેવ લગાવો અને ટમેટો કેચપ સાથે સર્વ કરો.

જૈન ફૉન્ડ્યુ પાંઉભાજી, મીતા રાજેશ દોશી, બોરીવલી

સામગ્રી 
૧/૨ કિલો ટમેટાં, ૧/૪  કિલો કૅપ્સિકમ મરચાં, ૧/૨ કિલો વટાણા, ૨ કાચાં કેળાં, ૨૦૦ ગ્રામ દૂધી, ૨૦૦ ગ્રામ કોબી, ૪-૫ પાંઉ, અડધો કપ ચીઝ, ૧/૪ કપ દૂધ, ૨ ચમચી ક્રીમ, સ્વાદ પ્રમાણે મીઠું
મસાલો :
૧-૧ બાદશાહ પાંઉભાજી મસાલો, ૧ ચમચી માખણ, ૨-૩ લવિંગ, ૩-૪ મરી, લાલ મરચાંનો પાઉડર
રીત
પહેલાં પૅન ગરમ કરી પછી એમાં માખણ ગરમ કરો. પછી ટમેટાં અને કૅપ્સિકમ મરચાં ઉમેરો અને ધીમે ગૅસ પર સાંતળો. પછી લાલ મરચું, મરી પાઉડર, લવિંગ, બાદશાહ પાંઉભાજી મસાલો અને 
સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવતા રહો.
સારી રીતે ભેળવી દો અને ગૅસ પર પાંચ મિનિટ ધીમા ગૅસ પર થવા દો. પછી મિશ્રણને ઠંડું થવા દો. મિક્સરમાં બરાબર 
મિક્સ કરો.
આ મિશ્રણને ફૉન્ડ્યુ પૉટમાં સેટ કરો. ધીમે તાપે સેટ થવા દો. ફૉન્ડ્યુ પૉટમાં ઉપરથી દૂધ રેડો અને ચીઝ તથા માખણ ઉમરો. પછી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
હવે ફૉન્ડ્યુ પાંઉભાજી તૈયાર છે. એને ઉપરથી ક્રીમ, કોથમીરથી ગાર્નિશ કરો અને કડક પાંઉ સાથે સર્વ કરો.

Gujarati food mumbai food indian food