12 November, 2026 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મકાઈની રિંગ અને જુવારના પફનો ચેવડો
સામગ્રી : ૫૦ ગ્રામ મકાઈની રિંગ, ૫૦ ગ્રામ જુવારના પફ, ૫૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ બટાટાની વેફર, થોડા સીંગદાણા, કાજુના ટુકડા, દાળિયા, ૫૦ ગ્રામ તેલ, મીઠું, મરચું, દળેલી સાકર અને તલ.
બનાવવાની રીતઃ મકાઈની રિંગ અને જુવારના પફને બે ચમચી તેલ મૂકીને અલગ-અલગ શેકી લેવા. ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવા. વેફર, સીંગદાણા, કાજુ-દાળિયા અને પૌંઆ આ બધી જ ચીજો વારાફરતી તળી લેવી પછી મિક્સ કરવી. બધું ગરમ હોય ત્યારે જ તેલનો વઘાર કરીને તલ, લાલ મરચું, મીઠું નાખીને બરાબર હળવા હાથે હલાવવું. ઠંડું પડે ત્યાં સુધી એમ જ ખુલ્લું રાખવું. છેલ્લે દળેલી સાકર નાખીને ફરીથી મિક્સ કરવું. ટેસ્ટી અને હેલ્ધી ચેવડો ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લેવો.
- રાગિણી ગાંધી