આજની રેસિપી : ફરાળી ફ્રૂટસૅલડ

26 August, 2026 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દૂધ, કેસર અને એલચીથી તૈયાર થતી આ ક્રીમી ફ્રૂટ રબડીમાં કેળાં, સફરજન, દાડમ અને બદામનો સ્વાદ મળે છે. સરળ રીતે બનાવો અને ઠંડી-ઠંડી સર્વ કરીને પરિવારને મીઠી ટ્રીટ આપો.

આજની રેસિપી : ફરાળી ફ્રૂટસૅલડ

સામગ્રી : દૂધ એક લીટર, ખાંડ પાંચ-છ ટેબલસ્પૂન (સ્વાદ પ્રમાણે), કેસર ૧૨થી ૧૫ તાંતણા, એલચી પાઉડર અડધી ચમચી, કેળાં બે નંગ (નાના ટુકડા કરવા), સફરજન એક મોટું (નાના ટુકડા કરવા), દાડમના દાણા અડધો કપ, બદામની કતરણ પા કપ, આખી/સમારેલી બદામ બે ટેબલસ્પૂન
બનાવવાની રીત : એક લીટર દૂધને જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળો. દૂધને ધીમા તાપે ઉકાળીને લગભગ ૭૫૦થી ૮૦૦ મિલીલીટર જેટલું થાય ત્યાં સુધી થોડું ઘટ્ટ કરો. એમાં પાંચ-છ ટેબલસ્પૂન ખાંડ અને કેસર ઉમેરો અને બે-ત્રણ મિનિટ હલાવો. ગૅસ બંધ કરીને અડધી ચમચી એલચી પાઉડર ઉમેરો. દૂધ સંપૂર્ણ ઠંડું થવા દો. ઠંડા દૂધમાં કેળાં અને સફરજનના ટુકડા ઉમેરો અને હળવેથી મિક્સ કરો. એને ગ્લાસમાં સરખું ભરો. ઉપરથી બદામની કતરણ અને દાડમના દાણા નાખીને સજાવો. એક-બે કલાક ફ્રિજમાં ઠંડું કરીને સર્વ કરો.

lifestyle news life and style food and drink food news street food Gujarati food mumbai food indian food