✕

આજની રેસિપી: પેરી-પેરી સાતપડી પૂરી

20 November, 2026 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂરીને ૨–૩ મિનિટ માટે પ્રી-હીટેડ અવન અથવા ઍર-ફ્રાયરમાં હળવી ગરમ કરો. જેથી મસાલો સરસ રીતે ચોંટી જાય અને પૂરી ક્રિસ્પી રહે. સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

પેરી-પેરી સાતપડી પૂરી

સામગ્રી : સાતપડી પૂરીના ૨૦ નંગ,  પેરી-પેરી મસાલો – ૨-૩ નાની ચમચી (સ્વાદ અનુસાર), બટર – બે મોટી ચમચી,  તેલ – ૧ મોટી ચમચી,  લાલ મરચું પાઉડર – અડધી નાની ચમચી,  ચાટ મસાલો – અડધી નાની ચમચી,  મીઠું – સ્વાદ અનુસાર,  લીંબુનો રસ – ૧ નાની ચમચી,  કોથમીર– થોડી સમારેલી, સજાવટ માટે – પેરી-પેરી મસાલો અને ચિલી ફ્લૅક્સ.

બનાવવાની રીત : એક નાના બાઉલમાં બટર અને તેલ મિક્સ કરો. એમાં પેરી-પેરી મસાલો, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો. સાતપડી પૂરીને એક પ્લૅટમાં ગોઠવો. તૈયાર કરેલું બટર અને પેરી-પેરી મસાલાનું મિશ્રણ દરેક પૂરી પર સરખી રીતે લગાવો. ઉપરથી થોડો પેરી-પેરી મસાલો અને ચિલી ફ્લૅક્સ છાંટો. પૂરીને ૨–૩ મિનિટ માટે પ્રી-હીટેડ અવન અથવા ઍર-ફ્રાયરમાં હળવી ગરમ કરો. જેથી મસાલો સરસ રીતે ચોંટી જાય અને પૂરી ક્રિસ્પી રહે. સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

- મમતા જોટાણિયા

food and drink food news street food mumbai food Gujarati food indian food