28 September, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી : ચટપટાં દમણી ઢોકળાં
સામગ્રી : એક કપ ચોખા, પા કપ મગની દાળ, પા કપ અડદની દાળ, અડધો કપ ચણાની દાળ, અડધો કપ રવો, અડધો કપ પૌંઆ, મરચાંની પેસ્ટ, હળદર, સાકરનો ભૂકો, કોરો સંભાર બેથી ૩ ચમચી, તેલ બેથી ૩ ચમચી, મીઠું અને ઈનો.
બનાવવાની રીત : દાળ, ચોખા, રવો અને પૌંઆ મિક્સ કરીને ઢોકળાંના લોટ જેવું કરકરું પીસી લેવું. એમાં ખાટું દહીં નાખીને ચારથી પાંચ કલાક આથો લાવવો. ઢોકળાંના આથામાં મીઠું, તેલ, સાકરનો ભૂકો, હળદર, કોરો સંભાર, મરચાંની પેસ્ટ બધું નાખીને મિક્સ કરવું. સ્ટીમર ગરમ કરવા મૂકવું. આથામાં ઈનો નાખીને મિક્સ કરવું. મોલ્ડમાં ખીરું નાખીને દસથી ૧૨ મિનિટ સ્ટીમ કરવું અથવા ઢોકળાંની થાળી સ્ટીમ કરી લેવી. દસથી ૧૨ મિનિટ પછી ઢોકળાં અનમોલ્ડ કરીને ગરમાગરમ સર્વ કરવાં.
-પુનિતા શેઠ