03 September, 2026 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી : બૉમ્બે આઇસ હલવો
સામગ્રી : અડધો કપ મેંદો, અડધો કપ દૂધ, અડધો કપ ઘી, એક કપ સાકર, એલચી પાઉડર, બદામ અને પિસ્તાની કતરણ, કેસર, બટર પેપર
રીત : એક કડાઈમાં મેંદો, દૂધ, ઘી, સાકર, એલચી પાઉડર બધું મિક્સ કરવું. પછી ગૅસ ચાલુ કરીને કડાઈ ગૅસ પર મૂકવી. એમાં પલાળેલું કેસર નાખીને ૧૫થી ૨૦ મિનિટ સ્લો ગૅસ પર હલાવતા રહેવું. એને હાથથી ચેક કરવું. ગોળી બને ત્યાં સુધી હલાવવું. ગોળી બને એટલે બટર પેપર પર ઘી લગાવી એના પર મિશ્રણ પાથરીને એની ઉપર બીજું બટર પેપર મૂકીને પાતળું વણી લેવું. ઉપરનું બટર પેપર કાઢી બદામ-પિસ્તાની કતરણ અને એલચી પાઉડર નાખીને છથી ૭ કલાક અથવા ઘણી વાર ઓવરનાઇટ પણ સુકાવા દેવું (સીઝન પ્રમાણે સુકાતાં વાર પણ લાગે - એકથી બે દિવસ). પછી ચોરસ શેપમાં કટ કરીને ચોરસ બટર પેપર પર મૂકવું.
-પુનિતા શેઠ