આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ બ્રેડ પીત્ઝા

26 March, 2019 12:42 PM IST  |  | આજની વાનગી - ધર્મિન લાઠિયા

આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ બ્રેડ પીત્ઝા

સામગ્રી


+ ૧ પૅકેટ બ્રેડ
+ ૧ પૅકેટ ચીઝ
+ ૨૫૦ ગ્રામ લીલા વટાણા
+ ૧ નંગ કૅપ્સિક્મ
+ ૧ નંગ ડુંગળી
+ ૨ નંગ લીલા મરચા
+ ૧ ટી-સ્પૂન આદું
+ ૧ ટેબલ-સ્પૂન લીલા ધાણા
+ જરૂર મુજબ મીઠું, મરચું, ખાંડ
+ સૉસ માટે
+ ૫૦૦ ગ્રામ ટમેટાં
+ ૨ નંગ ડુંગળી
+ ૫ કળી લસણ
+ ૧ ટી-સ્પૂન ખાંડ
+ ૧ ટી-સ્પૂન લાલ મરચું
+ ૧ ટી-સ્પૂન અજમો
+ જરૂર મુજબ મીઠું અને માખણ

રીત
એક વાસણમાં માખણ ગરમ કરી એમાં લસણની કળી અને ડુંગળી વઘારવી. સાધારણ સાંતળી એમાં ટમેટાંના કટકા, મીઠું, મરચું, ખાંડ અને અજમો નાખી ઊકળે એટલે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી, ચાળી સૉસ બનાવવો.

આ પણ વાંચોઃ આ રીતે બનાવો ટેસ્ટી ગુલાબની ખીર જે લાગશે યમ્મી

વટાણાને વરાળથી બાફી લેવા. બફાઈ જાય એટલે ઉતારી ઠંડા પડે એટલે અધકચરા વાટી એમાં મીઠું, મરચું, ખાંડ, આદું-મરચાં અને લીલા ધાણા નાખવા.

બ્રેડની સ્લાઇસને ડબ્બીના ઢાંકણાથી ગોળ કાપી એના પર ટમૅટો સૉસ પાથરી વટાણાનું લેયર કરવું. એના પર કૅપ્સિક્મ અને ડુંગળીની રિંગ મૂકવી. ફરી ટમૅટો સૉસ પાથરી ઉપર ચીઝ ભભરાવું. ઓવનમાં બેક કરી, કટકા કરી લીલી ચટણી સાથે પીરસવા.

indian food life and style