આ રીતે માણો મજા ઘરે બનાવેલી આલૂ બિરયાનીની

04 April, 2019 12:03 PM IST  |  | ધર્મિન લાઠિયા

આ રીતે માણો મજા ઘરે બનાવેલી આલૂ બિરયાનીની

આલૂ બિરયાની

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા

* ૩૦૦ ગ્રામ બટાટા

* ૧૦૦ ગ્રામ ટમેટા

* બે નંગ ડુંગળી

* ૭ કળી લસણ

* ૩ નંગ લીલાં મરચાં

* ૧ કટકો આદું

* બે ટી-સ્પૂન લીલા દાણા

* અડધો કપ દહીં

* બે ટેબલ-સ્પૂન માખણ

* ૧ ટેબલ-સ્પૂન ગરમ મસાલો

* ૧ ટી-સ્પૂન ધાણા પાઉડર

* ૧ ટી-સ્પૂન જીરુંનો પાઉડર

* મીઠું, હળદર, ખાંડ, તેલ પ્રમાણસર

રીત

ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી થોડું મીઠું નાખી ઊકળે એટલે ચોખા નાખવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા.

બટાટાને સાધારણ બાફી છોલી એના નાના કટકા કરી તેલમાં તળી લેવા. એમાં દહીં, મીઠું હળદર અને થોડી ખાંડ નાખી અડધો કલાક રહેવા દેવું.

એક તપેલીમાં તેલ મૂકી ગરમ થાય એટલે કાંદાનું બારીક કચુંબર નાખવું. સાધારણ સાંતળી એમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુંની પેસ્ટ નાખવી. પછી ટમેટાના ઝીણા કટકા નાખી સાંતળવું. એમાં મીઠું, હળદર, જીરું, ધાણા પાઉડર, ગરમ મસાલો અને દહીંવાળા બટાટા નાખવા. થોડી વાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવા.

આ પણ વાંચો : ઘરે બનાવો ચટપટી કૉર્ન ચિપ્સ

એક બેકિંગ બોલને માખણ લગાડી એમાં બિરયાની ભરવી. ઉપર માખણ અને ધાણા નાખવા. અવનમાં બસો ડિગ્રી તાપે ૧૦ મિનિટ રાખી પછી રાઈતા સાથે સર્વ કરવી.

indian food mumbai food