આ રીતે બનાવો ચટપટી કેરીની ચટણી

14 May, 2019 02:47 PM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો ચટપટી કેરીની ચટણી

કેરીની ચટણી

આજની વાનગી

સામગ્રી

* ૧ કિલો કેરી

* ૩૦૦ ગ્રામ ગોળ

* ૫૦ ગ્રામ આદું

* ૫૦ ગ્રામ લસણ

* ૭ નંગ સૂકાં લાલ મરચાં

* ૧ કપ વિનેગર

* ૫ ટેબલસ્પૂન તેલ

* સ્વાદ અનુસાર મીઠું અને વરિયાળી

રીત

એક વાસણમાં તેલ મૂકી વરિયાળી વઘારવી. આદું-લસણના કટકા નાખી સાંતળવા તેમ જ લાલ મરચાંનો ભૂકો નાખવો. એમાં કેરીના કટકા અને મીઠું નાખી હલાવવું. કેરી નરમ થાય એટલે ગોળ અને વિનેગર નાખવું. ધીમા તાપ પર સતત હલાવતાં રહેવું. ચટણી ઘટ્ટ થાય એટલે ઠંડી કરી ડબ્બામાં ભરી લો. તૈયાર છે કેરીની ચટણી.

આ પણ વાંચો : બનાવો ઠંડી-ઠંડી મૅન્ગો આઇસક્રીમ

Gujarati food indian food mumbai food