બનાવો ઠંડી-ઠંડી મૅન્ગો આઇસક્રીમ

મુંબઈ | May 09, 2019, 14:32 IST

દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો.

બનાવો ઠંડી-ઠંડી મૅન્ગો આઇસક્રીમ
મૅન્ગો આઇસક્રીમ

આજની વાનગી - ધર્મિન લાઠિયા

સામગ્રી

+ ૫૦૦ મિલી દૂધ

+ ૬ ટેબલ-સ્પૂન ખાંડ

+ દોઢ ડેબલ-સ્પૂન મિલ્ક પાઉડર

+ ૧ ટી-સ્પૂન મૅન્ગો કસ્ટર્ડ પાઉડર

+ બે નંગ આફૂસ કેરી

+ ૧૦૦ ગ્રામ ક્રીમ

+ અડધો કપ ડ્રાયફૂટ્સ

+ યલો લિક્વિડ કલર

+ અડધી ટી-સ્પૂન મૅન્ગો એસેન્સ

રીત

દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખવી. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે એમાં મિલ્ક પાઉડર, કેરીના કટકા, પીળો કલર, ક્રીમ અને એસેન્સ નાખી મિક્સરમાં બીટ કરવું. ઍલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરના ફ્રીઝરમાં મૂકવો.

આ પણ વાંચો : ગરમીમાં માણો મૅન્ગો કુલ્ફીની મજા

જામી જાય એટલે ફરી મિક્સરમાં એકરસ કરવું. ફરી ડબ્બામાં ભરી ડ્રાયફ્રૂટ્સથી સજાવટ કરી ફ્રીઝરમાં મૂકવું. જામે એટલે સર્વ કરવું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK