ઘરે બનાવો ચટપટી કૉર્ન ચિપ્સ

02 April, 2019 11:52 AM IST  |  | ધર્મિન લાઠિયા

ઘરે બનાવો ચટપટી કૉર્ન ચિપ્સ

કોર્ન ચિપ્સ

આજની વાનગી

સામગ્રી

* ૧ કપ મકાઈનો લોટ

* અડધો કપ મેંદો

* દોઢ ટેબલ-સ્પૂન તેલ

* ૧/૪ ટી-સ્પૂન હળદર

* ૧/૪ ટી-સ્પૂન અજમો

* ૧ ટી-સ્પૂન મરચું

* અડધો ટી-સ્પૂન સંચળ

* મીઠું પ્રમાણસર

રીત

મકાઈનો લોટ અને મેંદો ભેગા કરી એમાં મીઠું, હળદર, અજમો નાખીને પૂરીનો લોટ બાંધવો. એને થોડીક વાર રહેવા દઈને પછી પાતળી મોટી પૂરી વણવી. એમાં કાંટાથી કાણાં પાડવાં. એને છાપા પર સૂકવવી. પૂરીના ચાર ભાગ કરવા. ગરમ તેલ મૂકીને એને કડક તળવી અને એના પર મીઠું, સંચળ અને મરચું ભભરાવવું.

આ પણ વાંચો : ઉનાળામાં કેરી બનાવશે તમારા ડેસર્ટને ખાસ

Gujarati food mumbai food indian food life and style