ઉનાળો આવી ગયો છે ત્યારે ઘરે બનાવો કેરીનો જૅમ

11 April, 2019 12:58 PM IST  |  | ધર્મિન લાઠિયા

ઉનાળો આવી ગયો છે ત્યારે ઘરે બનાવો કેરીનો જૅમ

કેરીનો જૅમ

આજની વાનગી

સામગ્રી

* ૧ કિલો તોતાપુરી કેરી

* દોઢ કિલો ખાંડ

* ૧ ટી-સ્પૂન કેસર

* ૧ ટી-સ્પૂન એલચીનો ભૂકો

* અડધા લીંબુનો રસ

રીત

કેરીને ધોઈ, છોલી મોટાં કાણાંની છીણીથી છીણી લેવી. એક તપેલીમાં ખાંડ લઈ એ ડૂબે એટલું પાણી નાખી તાપ પર મૂકવું. ઊકળે એટલે લીંબુનો રસ નાખી મેલ તરી આવે એ કાઢી લેવો. પછી એમાં કેરી નાખી એને હલાવ્યા કરવું. કેસરને સાધારણ ગરમ કરી વાટી થોડા પાણીમાં ઘૂંટી અંદર નાખવું. છીણ બફાય અને ચાસણી અઢીતારી થાય એટલે એલચીનો ભૂકો નાખવો. તૈયાર છે કેરીનો જૅમ.

આ પણ વાંચો : ઢોકળા અને થેપલા ભૂલી જાઓ, ટ્રાય કરો મોં માં પાણી લાવી દે તેવી આ ગુજરાતી વાનગીઓ

Gujarati food indian food mumbai food life and style