ઢોકળા અને થેપલા ભૂલી જાઓ, ટ્રાય કરો મોં માં પાણી લાવી દે તેવી આ ગુજરાતી વાનગીઓ

Updated: Sep 16, 2020, 14:04 IST | Chirantana Bhatt
 • 1. ઢેબરા બાજરા અને ચણાના લોટમાંથી બનાવવામાં આવતા ઢેબરા ખૂબ જ ટેસ્ટી હોય છે. આ ઢેબરા લાંબા સમય સુધી ચાલે છે. અને તેને ચા સાથે ખાવાની લિજ્જત જ કાંઈક ઓર છે. તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  1. ઢેબરા
  બાજરા અને ચણાના લોટમાંથી બનાવવામાં આવતા ઢેબરા ખૂબ જ ટેસ્ટી હોય છે. આ ઢેબરા લાંબા સમય સુધી ચાલે છે. અને તેને ચા સાથે ખાવાની લિજ્જત જ કાંઈક ઓર છે.

  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  1/10
 • 2. હાંડવો હાંડવો એક હેલ્ધી રેસિપી છે. જેમાં તલ, મસાલા, રાઈ જેવા મસાલાથી વઘાર કરવામાં આવે છે. જેને નમકીન કેક પણ કરવામાં આવે છે. હેલ્થ કોન્સિયસ લોકો માટે આ સારો ઓપ્શન છે. તસવીર સૌજન્યઃ બિગબાસ્કેટ

  2. હાંડવો
  હાંડવો એક હેલ્ધી રેસિપી છે. જેમાં તલ, મસાલા, રાઈ જેવા મસાલાથી વઘાર કરવામાં આવે છે. જેને નમકીન કેક પણ કરવામાં આવે છે. હેલ્થ કોન્સિયસ લોકો માટે આ સારો ઓપ્શન છે.

  તસવીર સૌજન્યઃ બિગબાસ્કેટ

  2/10
 • 3. ખાંડવી ચણાના લોટ અને છાશમાંથી બનતી આ વાનગી ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. ખાંડવી દેખાવામાં એટલી સરસ હોય છે કે તમે તમારી જાતને રોકી નહીં શકો. અને તે મોં માં બટરની જેમ ઓગળી જાય છે.

  3. ખાંડવી
  ચણાના લોટ અને છાશમાંથી બનતી આ વાનગી ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. ખાંડવી દેખાવામાં એટલી સરસ હોય છે કે તમે તમારી જાતને રોકી નહીં શકો. અને તે મોં માં બટરની જેમ ઓગળી જાય છે.

  3/10
 • 4. પાત્રા પાત્રા અળવીના પાંદડામાંથી બનાવવામાં આવે છે. જેમાં ચણાના લોટનો મસાલો પાથરી તેને રોલ કરી બાફવામાં આવે છે. અને જ્યારે તેનો વઘાર કરીને ગરમ ગરમ સર્વ કરવામાં આવે ત્યારે તો મોઢામાંથી એક જ શબ્દ નીકળે, વાહ તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  4. પાત્રા
  પાત્રા અળવીના પાંદડામાંથી બનાવવામાં આવે છે. જેમાં ચણાના લોટનો મસાલો પાથરી તેને રોલ કરી બાફવામાં આવે છે. અને જ્યારે તેનો વઘાર કરીને ગરમ ગરમ સર્વ કરવામાં આવે ત્યારે તો મોઢામાંથી એક જ શબ્દ નીકળે, વાહ

  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  4/10
 • 5. મુઠિયા મુઠિયા, મેથી, દૂધી, બાજરાનો લોટ, ઘઉંનો લોટ અને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તેને બાફવામાં આવે છે અને બાદમાં તેનો વઘાર થાય છે. મુઠિયાનો સ્વાદ તો બસ શું કહેવું!

  5. મુઠિયા
  મુઠિયા, મેથી, દૂધી, બાજરાનો લોટ, ઘઉંનો લોટ અને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તેને બાફવામાં આવે છે અને બાદમાં તેનો વઘાર થાય છે. મુઠિયાનો સ્વાદ તો બસ શું કહેવું!

  5/10
 • 6. ઉંધિયું ઉંધિયું એટલે શિયાળામાં દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી. ઉત્તરાયણ હોય એટલે ઉંધિયું બને જ. ઉંધિયામાં તમામ પ્રકારના શાક નાખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાંતો માટલાને જમીનમાં દાટીને ઉંધિયું બનાવવામાં આવે છે. અને ત્યારબાદ જે ઉંધિયું બને છે તેનો સ્વાદ ખાનારને દાઢે વળગી જાય છે. તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  6. ઉંધિયું
  ઉંધિયું એટલે શિયાળામાં દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી. ઉત્તરાયણ હોય એટલે ઉંધિયું બને જ. ઉંધિયામાં તમામ પ્રકારના શાક નાખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાંતો માટલાને જમીનમાં દાટીને ઉંધિયું બનાવવામાં આવે છે. અને ત્યારબાદ જે ઉંધિયું બને છે તેનો સ્વાદ ખાનારને દાઢે વળગી જાય છે.

  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  6/10
 • 7. દાળ ઢોકળી ચણાનો લોટની ઢોકળી અને તુવેરની દાળ. હેલ્ધી અને ટેસ્ટી રેસિપી છે દાળ ઢોકળીની. તેને સામાન્ય રીતે ભાત સાથે ખાવામાં આવે છે. ગરમ ઢોકળીની લિજ્જત જ કાંઈક અલગ છે.

  7. દાળ ઢોકળી
  ચણાનો લોટની ઢોકળી અને તુવેરની દાળ. હેલ્ધી અને ટેસ્ટી રેસિપી છે દાળ ઢોકળીની. તેને સામાન્ય રીતે ભાત સાથે ખાવામાં આવે છે. ગરમ ઢોકળીની લિજ્જત જ કાંઈક અલગ છે.

  7/10
 • 8. મેથીના ગોટા ચોમાસું હોય એટલે યાદ આવે ગરમા ગરમા મેથીના ગોટા. વરસાદ અને ગોટાની સંગત હોય એટલે સ્વાદ રસિયાઓ ખુશ થઈ જાય. તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  8. મેથીના ગોટા
  ચોમાસું હોય એટલે યાદ આવે ગરમા ગરમા મેથીના ગોટા. વરસાદ અને ગોટાની સંગત હોય એટલે સ્વાદ રસિયાઓ ખુશ થઈ જાય.

  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  8/10
 • 9. લોચો લોચો સુરતમાં ખવાતી વાનગી છે. ચણાના લોટમાંથી લોચો બને છે. અને તેને સેવ, ચટણી અને કાંદા સાથે ખાવામાં આવે છે. જો તમે સુરત જવાનો હો તો લોચો ખાવાનું ભૂલતા નહીં. તસવીર સૌજન્યઃ વિકિપીડિયા

  9. લોચો
  લોચો સુરતમાં ખવાતી વાનગી છે. ચણાના લોટમાંથી લોચો બને છે. અને તેને સેવ, ચટણી અને કાંદા સાથે ખાવામાં આવે છે. જો તમે સુરત જવાનો હો તો લોચો ખાવાનું ભૂલતા નહીં.

  તસવીર સૌજન્યઃ વિકિપીડિયા

  9/10
 • 10. દાબેલી મુંબઈના વડાપાઉંને ટક્કર આપી શકે છે ગુજરાતની દાબેલી. પાઉંમાં બટાટાનો મસાલો બનાવીને ભરવામાં આવે છે. અને તેને સેવ, દાડમ સાથે સર્વ કરવામાં આવે છે. સાથે હોય છે ખજૂરની ચટણી. બસ આનાથી વધારે શું હોય! તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  10. દાબેલી
  મુંબઈના વડાપાઉંને ટક્કર આપી શકે છે ગુજરાતની દાબેલી. પાઉંમાં બટાટાનો મસાલો બનાવીને ભરવામાં આવે છે. અને તેને સેવ, દાડમ સાથે સર્વ કરવામાં આવે છે. સાથે હોય છે ખજૂરની ચટણી. બસ આનાથી વધારે શું હોય!

  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફૂડનું નામ પડે એટલે યાદ આવે થેપલા, ઢોકળા અને ફાફડા. પરંતુ એવી અનેક ગુજરાતી વાનગીઓ છે જે તમારા મોઢામાં પાણી લાવી દેશે. જુઓ તમે પણ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK