જાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત

13 August, 2019 02:49 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

જાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત

જૈન ફલાફલ

આજની વાનગી

સામગ્રી

☞ બે કપ કાબુલી ચણા
☞ ૩-૪ લીલાં મરચાં બારીક સમારેલાં
☞ ૧ કપ કોથમીર ૧ કપ
☞ પા ટીસ્પૂન સોડા
☞ ૧ ટીસ્પૂન જીરું પીસેલું
☞ ૧ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર
☞ મીઠું-લીંબુ સ્વાદાનુસાર
☞ બે ટેબલસ્પૂન ચોખાનો લોટ
☞ અડધો કપ બ્રેડનો ભૂકો અથવા ખાખરાનો ભૂકો
☞ તેલ તળવા માટે

રીત
૧. ચણાને પ-૬ કલાક પાણીમાં પલાળી પછી એમાંથી પાણી નિતારવું.
ર. ચણામાં લીલાં મરચાં ભેળવીને થોડું કરકરું પીસો.
૩. એમાં બાકી બધી સામગ્રી ભેળવો. આ મિશ્રણ નરમ લાગે તો એમાં થોડા પૌંઆ મિક્સ કરો.
૪. આ મિશ્રણની ચપટી ગોળ કટલેસ બનાવીને એને ગરમ તેલમાં હલકી લાલ થવા સુધી ધીમા ગૅસે તળી લો.
પ. એને હમસ અને યોગર્ટ તાહિની ડિપ સાથે પીરસો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

Gujarati food mumbai food indian food