જાણો ઘરે અંગૂરી બાસુંદી બનાવવાની રીત

23 July, 2019 12:29 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

જાણો ઘરે અંગૂરી બાસુંદી બનાવવાની રીત

અંગૂરી બાસુંદી

આજની વાનગી

સામગ્રી
☞ બે લીટર દૂધ
☞ ૫૦ ગ્રામ પનીર
☞ ૧ ટેબલસ્પૂન મેંદો
☞ બે કપ ખાંડ
☞ ૧ ટેબલસ્પૂન એલચીનો ભૂકો
☞ બે ટેબલસ્પૂન બદામની કતરણ
☞ ૧ ટેબલસ્પૂન ચારોળી
રીત
પનીરને ખમણી એમાં મેંદો નાખી બરાબર મિક્સ કરી એની નાની-નાની ગોળી બનાવવી.
એક વાસણમાં ખાંડ નાખી એ ડૂબે એટલું પાણી નાખી એને ઉકાળવું. એમાં ૧ ચમચી દૂધ નાખી એમાં મેલ આવે એ કાઢી નાખવો. એમાં પનીરના ગોળા નાખી પાંચ મિનિટ માટે ઉાકળવા અને ઠંડા કરવા. એક વાસણમાં દૂધને એ અડધું થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. એમાં ખાંડ નાખી એલચીનો ભૂકો અને ચારોળી ઉમેરવી. એમાં પનીરના ગોળા નાખવા. ઠંડી કરી બદામની કતરણ ભભરાવી સર્વ કરો.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

Gujarati food mumbai food indian food