બનાવો ગ્રીન પુલાવ

06 June, 2019 01:59 PM IST  |  | આજની વાનગી - ધર્મિન લાઠિયા

બનાવો ગ્રીન પુલાવ

ગ્રીન પુલાવ

સામગ્રી

+            ૧ કપ બાસમતી ચોખા

+            બે ટેબલસ્પૂન ઘી

+            ૧ ટેબલસ્પૂન તેલ

+            ૧/૨ ટી-સ્પૂન જીરું

+            ૧ નંગ કૅપ્સિકમ

+            બે ટેબલ-સ્પૂન લીલી ચટણી

+            ૧૦૦ ગ્રામ ફણસી

+            ૧૦૦ ગ્રામ વટાણા

+            ૧ ટેબલ-સ્પૂન ગરમ મસાલો

+            ૧ કપ પાલક

+            ૧/૨ કપ કાજુ-કિસમિસ

+            મીઠું સ્વાદ અનુસાર

રીત

ચોખાને પલાળી એને ઉકાળી લેવા. એક વાસણમાં ઘી-તેલ નાખી એમાં જીરું શેકી એમાં ઝીણા સમારેલા કૅપ્સિકમ નાખી સાંતળવા. પછી એમાં ફણસી, વટાણા અને પાલકની પેસ્ટ નાખવી. પાણી ઉમેરી શાકને ચડવા દેવું.એમાં કાજુ-કિસમિસ અને મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરવું.

આ પણ વાંચો : આ રીતે બનાવો ચૉકલેટ સિંગ બરફી

મિશ્રણમાં ચટણી નાખી મિક્સ કરવું એમાં ભાત નાખી મિક્સ કરવા અને રાઈતા સાથે સર્વ કરો.

indian food