આ રીતે બનાવો ચૉકલેટ સિંગ બરફી

ધર્મિન લાઠિયા - આજની વાનગી | Jun 04, 2019, 13:22 IST

ઘટ થાય એટલે એમાં કોકો પાઉડર નાખીને મિક્સ કરવું. આ મિશ્રણને સિંગબરફી પર પાથરવું અને સેટ કરવું. એના પર બદામની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો

આ રીતે બનાવો ચૉકલેટ સિંગ બરફી
ચૉકલેટ સિંગ બરફી

આજની વાનગી

સામગ્રી

* ૨૫૦ ગ્રામ સિંગદાણા
* ૧૦૦ ગ્રામ માવો
* ૧૫૦ ગ્રામ ખાંડ
* ૩ ટેબલ-સ્પૂન ઘી
* ૧ ટી-સ્પૂન એલચીનો ભૂકો
* ૧ ટેબલ-સ્પૂન બદામની કતરણ

ચૉકલેટ લેયર માટે

* ૧૦૦ ગ્રામ માવો
* ૫૦ ગ્રામ ખાંડ
* ૧/૨ કપ દૂધ
* ૧ ટેબલ-સ્પૂન કોકો પાઉડર

રીત

સિંગદાણાને શેકીને છોતરાં કાઢી કરકરો ભૂકો કરવો. એમાં ખાંડ, માવો અને ઘી નાખીને ધીમા તાપે ગરમ કરવું. મિશ્રણ ઘટ થાય એટલે એલચી નાખીને થાળીમાં સેટ કરવા મૂકવું. બીજા માવામાં દૂધ નાખી ગરમ કરવું. ઘટ થાય એટલે એમાં કોકો પાઉડર નાખીને મિક્સ કરવું. આ મિશ્રણને સિંગબરફી પર પાથરવું અને સેટ કરવું. એના પર બદામની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આ પણ વાંચો : રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK