આવી રીતે બનાવો પનીરના જાંબુ

22 October, 2019 03:24 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

આવી રીતે બનાવો પનીરના જાંબુ

પનીરના જાંબુ

સામગ્રી : ઉપરના પડ માટે

☞ બે લીટર દૂધ

☞ બે ટીસ્પૂન રવો

☞ બે ટીસ્પૂન ચોખાનો લોટ

☞ બે કપ મોળું દહીં

પૂરણ માટે

☞ ૧૦૦ ગ્રામ માવો

☞ રપ ગ્રામ નારિયેળનું ખમણ

☞ રપ ગ્રામ દળેલી ખાંડ

☞ ચારોળી

☞ લાલ સૂકી દ્રાક્ષ

☞ એલચી

☞ દૂધ

ચાસણી માટે

☞ પ૦૦ ગ્રામ ખાંડ

☞ ૧ ટેબલસ્પૂન દૂધ

☞ કેસર

રીત

૧. દૂધને ઉકાળી એમાં દહીં નાખી દૂધ ફાડવું. પછી દૂધમાંથી બધું પાણી કાઢી પનીરને ઠંડા પાણીથી ધોઈને પાછું પાણી કાઢી નાખી પનીર તૈયાર કરવું. પનીરને છીણી એમાં રવો અને ચોખાનો લોટ નાખી ખૂબ મસળીને પનીર તૈયાર કરવું.

ર. માવામાં દળેલી ખાંડ, નારિયેળનું ખમણ, થોડી લાલ દ્રાક્ષ અને એલચીનો ભૂકો નાખી થોડું દૂધ નાખી એની ગોળીઓ બનાવવી.

૩. પનીરના લૂઆ લઈ હાથથી વાડકી આકાર થેપી એમાં માવાની ગોળી મૂકી બરાબર ગોળ વાળવું ઉપરનું પડ પનીરનું રહેશે. પછી ઘીમાં થોડા-થોડા તળી લેવા.

આ પણ વાંચો : આ રીતે આપો તમારી દિવાળીની ટ્રેડિશનલ વાનગીઓમાં ટ્વિસ્ટ

૪. એક વાસણમાં ખાંડ લઈ એ ડૂબે એટલું પાણી નાખી ઊકળવા મૂકવું. ઊકળે એટલે દૂધ અને પાણી મિક્સ કરી નાખીને મેલ ઉપર તરી આવે એ કાઢી લેવો. કેસરને સાધારણ શેકી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાખવું. ચાસણી પાતળી એકતારી થાય એટલે ઉતારી એમાં પનીરના જાંબુ નાખવા. ચાર કલાક પછી ઠરે એટલે ઉપયોગમાં લેવા.

indian food