જાણો કઈ રીતે બનાવશો રૂમાલી રોટી

12 September, 2019 10:22 AM IST  |  | આજની વાનગી - ધર્મિન લાઠિયા

જાણો કઈ રીતે બનાવશો રૂમાલી રોટી

સામગ્રી

☞ રપ૦ ગ્રામ મેંદો
☞ બે ચમચી ચોખાનો લોટ
☞ ૧/ર કપ ઘઉંનો લોટ
☞ બે ચમચા દહીં
☞ ૩ ટેબલસ્પૂન ઘી
☞ પ્રમાણસર મીઠું
☞ ૧/ર ટીસ્પૂન સોડા પાઉડર


રીત

ત્રણે લોટ મિક્સ કરી મેંદાની ચાળણીથી ચાળવા. એમાં મીઠું અને ઘી નાખી બરાબર હલાવવું. વચ્ચે ખાડો કરી સોડા પાઉડર નાખી દહીંથી કવર કરવું. ૧૦ મિનિટ પછી બરાબર હલાવી લોટમાં મિક્સ કરી ઠંડા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. તરત લૂઆ કરી મેંદાના અટામણથી એકદમ પાતળી રોટલી વણવી. તવી પર બે બાજુ શેકવી.
સર્વ કરવી.

 આ પણ વાંચો: આ રીતે બનાવો ઊકડી મોદક

 

આ રીતે બનાવો ઊકડી મોદક

 
indian food gujarati mid-day