બનાવો જૈન મેક્સિકન ટાકોસ

19 September, 2019 03:25 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

બનાવો જૈન મેક્સિકન ટાકોસ

જૈન મેક્સિકન ટાકોસ

સામગ્રી

☞ ૧/ર કપ મકાઈનો લોટ 

☞ ૧ કપ મેંદો

☞ ૧/ર ટીસ્પૂન મીઠું 

☞ બે ટેબલસ્પૂન તેલ મોણ માટે

☞ ટાકોસ તળવા માટે તેલ

પૂરણ માટે

☞ ૧/૪ કપ ટમેટો સૉસ 

☞ બે કપ રિફાઇન્ડ બીન્સ 

☞ ૧/ર ટીસ્પૂન ટબેસ્કો 

☞ ૧ ટીસ્પૂન લાલ મરચું

☞ મીઠું, સાકર, કાળાં મરીનો ભૂકો સ્વાદ પ્રમાણે

☞ ૧/૪ કપ ક્રીમ 

બીજી સામગ્રી

☞ ૧/ર કપ પાતળી લાંબી સમારેલી પત્તાગોબી 

☞ ૧ કપ પનીર અથવા છીણેલું પનીર બસો ગ્રામ

રીત

૧. મકાઈનો લોટ, મેંદો, મીઠું અને તેલ મિક્સ કરીને નવાયા પાણીમાં મધ્યમ કડક લોટ બાંધવો.

ર. લોટની પાતળી પૂરીઓ વણવી. એમાં કાંટા વડે ઘોધા કરવા (જેથી પૂરી ફૂલે નહીં).

૩. તેલ ગરમ કરીને એમાં પૂરી નાખો. પૂરી થોડી લાલ થવા આવે એટલે બે ચમચીની મદદથી અથવા ચીપિયાની મદદથી પૂરીને તેલમાં અડધી વાળવી જેથી એનો અંગ્રેજી અક્ષર યુ આકાર આવે. એ કડક થાય ત્યાં સુધી તેલમાં પકડીને રાખો (તાપ ધીમો રાખવો) પછી બહાર કાઢીને ઠંડી કરી ડબ્બામાં ભરી લો (આગલે દિવસે બનાવીએ તો ચાલે).

આ પણ વાંચો : ખીર મીઠી ખીર

૪. પૂરણની બધી સામગ્રી મિક્સ કરીને ગરમ કરો.

પ. ટાકો રોલમાં પત્તાગોબી મૂકો. એની ઉપર ગરમ પૂરણ મૂકો. ઉપર છીણેલું પનીર અથવા પનીર સૉસ નાખીને સર્વ કરો.

indian food