આ રીતે બનાવો ઊકડી મોદક

10 September, 2019 04:07 PM IST  |  | આજની વાનગી - ધર્મિન લાઠિયા

આ રીતે બનાવો ઊકડી મોદક

સામગ્રી

- ૨ કપ ચોખા
- ૨ કપ નાળિયેરનું ખમણ
- ૧ કપ ખાંડ
- ૧/૨ કપ ખસખસ
- ૧/૨ કપ ઘી
- એલચીનો ભૂકો અને મીઠું સ્વાદાનુસાર

આ પણ વાંચો: આવી રીતે બનાવો જૈન ટમૅટો રાવીઓલી

સામગ્રી

ચોખાને ધોઈલો, તેને સૂકવી લોટ દળી લો અને મેંદાના લોટની ચારણીથી ચાળી લો.એક વાસણમા ઘી મૂકી કોપરાના ખમણને સેકી લો. તેમાં ખાંડ અને એલચીનો ભૂકો નાખી બરાબર હલાવી સ્ટફિંગ તૈયાર કરો.જેટલો લોટ હોય તેટલું પાણી ઉકાળી તેમાં ઘી અને મીઠું નાખી મિક્સ કરો.તેમાં ધીમે ધીમે લોટ ઉમેરી ઘટ્ટ લોટ તૈયાર કરો.લોટને મસળીને તેના લુઆ તૈયાર કરો.તેમાં સ્ટફિંગ ભરી મોદકનો આકાર આપો.વરાળથી બાફી લો. તૈયાર છે મોદક.

indian food gujarati mid-day