10 વર્ષથી ખરાબ નથી થયા આ મેક્ડોનાલ્ડ્સના બર્ગર અને ફ્રાઇઝ

04 November, 2019 03:44 PM IST  |  મુંબઈ ડેસ્ક

10 વર્ષથી ખરાબ નથી થયા આ મેક્ડોનાલ્ડ્સના બર્ગર અને ફ્રાઇઝ

સામાન્ય રીતે એવું માનવામાં આવે ચે કે બર્ગર જેવા ફાસ્ટ ફૂડ જલ્દી ખરાબ થતાં નથી. કંઇક એવું જ જોવા મળ્યું છે કે યૂરોપીય દેશ આઇસલેન્ડમાં. અહીં 10 વર્ષથી રાખવામાં આવેલું બર્ગર અને ફ્રાઇઝ આજે પણ સુરક્ષિત અને ખાવા લાયક છે. મહત્વની વાત એ છે કે આને જોવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે અને આ જોઈને ચોંકી ઉઠે છે કે આખરે આટલા વર્ષથી આ ખરાબ કેમ નથી થયું.

હકીકતે, 10 વર્ષ પહેલા એટલે કે 2009માં આઇસલેન્ડમાં આર્થિક મંદી આવી હતી, જેના કારણે મેક્ડોનાલ્ડ્સે પોતાના ત્રણ સ્ટોર બંધ કરી દીધા હતા. તેમાંથી એક સ્ટોર રાજધાની રેક્યાવિકમાં પણ હતો. જૉર્ટર મરાસન નામના વ્યક્તિએ 31 ઑક્ટોબર, 2009ને અહીંથી છેલ્લીવાર તે બર્ગર અને ફ્રાઇઝ ખરીદ્યા હતા અને તેને સુરક્ષિત રાખ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જૉર્ટરે જણાવ્યું કે તેને કોઇકે કહ્યું હતું કે મેક્ડોનાસ્ડ્સના બર્ગર ખરાબ નથઈ થતાં, તેથી તેણે આને ચકાસવાનો નિર્ણય કર્યો અને બર્ગરને સુરક્ષિત રાખી દીધો. પહેલા તેણે તે બર્ગર અને ફ્રાઇઝને એક પ્લાસ્ટિક બૅગમાં નાખીને પોતાના ગેરેજમાં રાખી દીધા. જ્યાં લગભગ ત્રણ વર્ષ સુધી બર્ગર રાખ્યા પછી તેણે તેને રાષ્ટ્રીય સંગ્રહાલયને આપી દીધા.

હાલ તે બર્ગર અને ફ્રાઇઝને દક્ષિણી આઇસલેન્ડના હોસ્ટેલના એક રૂમમાં કાંચના વાસણમાં રાખવામાં આવ્યા છે. હૉસ્ટેલના માલિક સિગી સિગુરદુરે જણાવ્યું કે બર્ગર અને ફ્રાઇઝ ખૂબ જ જૂના થઈ ગયા છે, પણ ચોંકાવનારી વાત એ છે કે તે અત્યાર સુધી સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર પણ આ બર્ગર અને ફ્રાઇઝ ખૂબ જ ચર્ચિત થઈ ગયા છે. સિગી સિગુરદુર પ્રમાણે, વેબસાઈટ પર દરરોજ લગભગ ચાર લાખ લોકો આ અનોખા બર્ગર અને ફ્રાઇઝને જુએ છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

આઇસલેન્ડ યૂનિવર્સિટીના ફૂડ સાયન્સના સીનિયર લેક્ચરર બ્જૉર્ન એડલબજૉર્નસને બર્ગરના અત્યાર સુધી ખરાબ ન થવાનું કારણ જણાવ્યું છે, એમાં ભેજનું ન હોવું. તો, કંપનીનું કહેવું છે કે યોગ્ય વાતાવરણમાં અમારા ઉત્પાદ બીજાની તુલનામાં મોડેથી ખરાબ થાય છે. અહીં કારણ એ છે કે આ બર્ગર અને ફ્રાઇઝ અત્યાર સુધી ખરાબ નથી થયા.

Gujarati food mumbai food