મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી

27 July, 2022 10:01 AM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેત્રી પાસે છે એથ્લીઝરનું જંગી કલેક્શન

અભિનેત્રી પૂજા જોશી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

‘કુમકુમના પગલાં પડ્યા’, ‘આ ફૅમેલી કોમેડી છે’, ‘કાલ ભૈરવ રહસ્ય’ જેવી ગુજરાતી અને હિન્દી સિરિયલો; ‘આવું જ રહેશે’, ‘જયસુખ ઝડપાયો’ વગેરે ગુજરાતી ફિલ્મો અને ‘વાત વાતમાં’ વૅબ સિરીઝ દ્વારા દર્શકોના દિલ જીતનાર અભિનેત્રી પૂજા જોશી (Puja Joshi) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મને પહેલેથી જ સ્ટાયલિશ વૉર્ડરૉબનો શોખ છે. અત્યારે મારા રુમમાં મારા જે વૉર્ડરૉબ છે તે મેં જાતે ડિઝાઇન કર્યા છે. ગૂગલબાબાની મદદથી અને અનેક ડિઝાઇનર્સના કામને જોઈને મેં આ વૉર્ડરૉબ ડિઝાઇન કર્યું છે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : કલર મુજબ ગોઠવેલા કપડાં અને ચોખ્ખાઈ. હું બધા જ વાઇટ કપડાં, બ્લ્યુ કપડાં એમ કલર મુજબ સાથે રહે એમ ગોઠવું છું. તે સિવાય મને હેન્ગરમાં લટકાવીને કપડાં ગોઠવવાની ટેવ છે. મોટાભાગે લોકો થપ્પી કરીને ગોઠવતા હોય છે. પણ હું હેન્ગરમાં લટકાવીને કપડાં રાખું છું, જે કદાચ મારા યુએસપીમાં ગણી શકાય.

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : હજી સુધી કયારેય એવો વારો નથી આવ્યો. પણ હા કોની સાથે શૅર કરવાનું છે એના પર ચોક્કસ નિર્ભર કરે છે કે ગમશે કે નહીં. જો, મારા મમ્મી કે ભાઈ સાથે શૅર કરવાનું હોય તો ચાલે મને કેમ કે અત્યારે એમના વૉર્ડરૉબમાં મોટાભાગની જગ્યા તો મેં જ રોકી રાખી છે (ખડખડાટ હસે છે).

આ પણ વાંચો : હું અડધી રાત્રે પણ મારું વૉર્ડરૉબ ગોઠવવા બેસી જાઉં છું : નીલમ પંચાલ

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ :  લગભગ દર એક કે બે અઠવાડિયે. મને મારું વૉર્ડરૉબ એકદમ ચોખ્ખું જોઈએ એટલે હું સમયાંતરે સાફ-સફાઇ કરતી જ રહું છું.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ :  મેં પહેલા કહ્યું એમ કે હું લગભગ દર અઠવાડિયે સાફ-સફાઇ કરું એટલે એકસાથે સાફ-સફાઇ કરવી પડે એવો વારો બહુ ઓછો આવે. અને જ્યારે પણ ઉતાવળમાં મેં કપડા જ્યાં-ત્યાં મુકી દીધા હોય તો હું જેવો ટાઈમ કે તરત જ બીજા દિવસે બરાબર તેની જગ્યાએ પાછા ગોઠવી દઉં.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : કલર કૉડિંગ મુજબ ગોઠવણી એ મારો યુએસપી છે.

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : તમે એક પેટર્ન કે એક કલરના કપડા એકસાથે રાખો તો ગોઠવવામાં અને શોધવામાં એમ બન્ને રીતે સારું પડે.

આ પણ વાંચો : નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : મારી પાસે બે વૉર્ડરૉબ છે છતાય મને જગ્યા ઓછી પડે છે બોલો! કેટલાક કપડાં તો હું મમ્મી અને ભાઇના વૉર્ડરૉબમાં રાખું છું. પણ હા તમારા સવાલ પછી મને ચોક્કસ ઇચ્છા થઈ છે કે મારે કપડા ગણવા જોઈએ. જો હું શૂઝ-સેન્ડલ્સની વાત કરુંને તો, મને હિલ્સનો ગાંડો શોખ છે. અને મેં એ ગણ્યું છે કે મારી ૩૫ જોડી હિલ્સ છે. તે સિવાય શૂઝ, સેન્ડલ, સ્નિકર્સ એ તો બધુ જુદુ જ પાછું.

પૂજા જોશીની ફૅવરેટ હિલ્સ

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ :  મારી પાસે માઈકલ કોર્સનું એક વનપીસ છે, જેની કિંમત લગભગ ૩૦,૦૦૦ છે. એ વનપીસ સૌથી મોંધું અને મારું ફૅવરેટ પણ છે. તે સિવાય પણ મોંધી એક વસ્તુ છે અને તે છે ગુચીની ૫૦,૦૦૦ની હિલ્સ. આ મારી અત્યાર સુધીની સૌથી મોંધી ખરીદી છે. સૌથી સસ્તી શોપિંગ હોયને તો હું કોલેજમાં ભણતી હતી ત્યારે મેં પાર્લા માર્કેટમાંથી ૭૦ રુપિયાનું એક ટી-શર્ટ ખરીદ્યું હતું જે હું આજે પણ પહેરું છું.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : હું જીમ ફ્રીક છું. મારી પાસે એથ્લીઝરનું જંગી કલેક્શન છે અને એ જ કોર્નર મારું વૉર્ડરૉબમાં મનપસંદ છે.

આ પણ વાંચો : નેત્રી ત્રિવેદીનો હૉટ ફેવરિટ લૂક એટલે “કેઝ્યુલ્સ”

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : વાઇટ શર્ટ અથવા ટી-શર્ટ, સેક્સી બ્લેક ડ્રેસ, ડેનિમ જૅકેટ, જમ્પસુટ અને પર્ફેક્ટ ફિટિંગવાળું જીન્સ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : કમ્ફર્ટને જ વધુ મહત્વ આપું. પણ હા જો કોઈ ફિલ્મ પ્રિમિયર કે ઍવૉર્ડ ફંક્શનમાં જવાનું હોય તો હું સ્યાઇલને વધુ મહત્વ આપવાનું પસંદ કરીશ. અને જો ફ્રેન્ડસ સાથે ફરવા જવું તો કમ્ફર્ટ જ ચોઇસ રહેશે.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : ના, મને ટ્રેન્ડનો એવો કોઈ શોખ નથી. મારી સ્ટાઇલ મારા મુડ પર આધાર રાખે છે. જેવું મુડ એવી સ્ટાયલ કરવાનું મને ગમે.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે?

જવાબ : તાજેતરમાં હું એક ટૉક-શોમાં ગઈ હતી. ત્યારે મેં વાઇટ સ્પેગેટી ડ્રેસ પહેર્યો હતો. જેમાં એક સ્લિટ હતી. પહેરવામાં એ ડ્રેસ બહુ કર્મ્ફટેબલ હતો, પરંતુ હું બેસવા ગઈ ત્યારે એ કમ્ફર્ટ નહોતી. પછી શો સમયે બોડીટેપની હેલ્પથી મેં ડ્રેસનું ફિટિંગ યોગ્ય કર્યું હતું.

આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ હંમેશા વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તેવો હું આગ્રહ રાખું : સાંચી પેસવાની

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : ફેશન એટલે જેમાં તમે સેક્સી અને સ્ટાયલિશ દેખાવ પણ એ સાથે કમ્ફર્ટ પણ આપે.

life and style dhollywood news fashion fashion news national award rachana joshi