16 April, 2026 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૂની ચાદરમાંથી કિચન એપ્રન
બેડશીટ કે ચાદર વચ્ચેથી ફાટી જાય ત્યારે આપણે એને નકામી ગણીને ફેંકી દઈએ છીએ, પરંતુ એની સાઇડનું કાપડ હજી પણ મજબૂત અને નવું હોય છે. આ વધેલા કાપડમાંથી તમે ઘરે જ મજબૂત કિચન એપ્રન બનાવી શકો છો.
એ માટે ચાદરના સારા ભાગમાંથી એપ્રનનો આકાર કાપી લો. બાકી વધેલા કાપડની લાંબી પટ્ટીઓ બનાવીને એને ગળામાં ભેરવવા અને કમરે બાંધવા માટે લગાવી દો. રસોડામાં તેલના ડાઘ કે લોટથી કપડાં બગડતાં અટકાવવા માટે આ એક ટકાઉ રસ્તો છે.
કૉટનની ચાદરનું કાપડ પરસેવો શોષવામાં ઉત્તમ હોય છે અને એને વારંવાર ધોવા છતાં એ જલદી ખરાબ થતું નથી. આ જુગાડથી તમે બજારમાં મળતા મોંઘા એપ્રન પાછળનો ખર્ચ બચાવી શકો છો અને વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરી શકો છો.