ફૅશનના નામે નવો ઍનિમલ અવતાર, હવે ફુટવેઅરમાં ટ્રેન્ડિંગ છે કૅટ-ફેસ પૅટર્ન

13 March, 2026 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી ફૅશનની પાછળની સાઇકોલૉજી પણ રસપ્રદ છે. બિલાડીના ચહેરામાં એક પ્રકારની ક્યુટનેસ અને ઍટિટ્યુડ બન્ને હોય છે. આનો સાઇકોલૉજિકલ બેનિફિટ એ છે કે આવાં ફની ફુટવેઅર પહેરવાથી વ્યક્તિના મૂડમાં સુધારો થાય છે અને એ સામેવાળી વ્યક્તિ માટે આઇસ-બ્રેકર બને છે.

કૅટ-ફેસ ફુટવેઅર

પૅરિસ ફૅશન વીક અને સોશ્યલ મીડિયાના ટ્રેન્ડમાં કૅટ-ફેસ ફુટવેઅરનો ક્રેઝ જોર પકડી રહ્યો છે. એક લક્ઝરી બ્રૅન્ડે બિલાડીના આબેહૂબ ફેસવાળી હીલ્સ ઇન્ટરનૅશનલ લેવલ પર રૅમ્પ વૉકમાં ફ્લૉન્ટ કરી હતી. ગ્લૅમર અને અજીબોગરીબ કલાના મિશ્રણ સમાન આ કૅટ-ફેસ ફુટવેઅર અત્યારે ગ્લોબલ માર્કેટમાં હૉટ ફેવરિટ બન્યાં છે.

આજના સમયમાં લોકો કન્વેન્શનલ એટલે કે પરંપરાગત લુક છોડીને કંઈક હટકે દેખાવા માગે છે. આ કૅટ-ફેસ ફુટવેઅર સરિયલિઝમ ફૅશનનો એક ભાગ છે જેમાં સામાન્ય વસ્તુઓને અસામાન્ય રીતે રજૂ કરવામાં આવે છે. બિલાડી સ્ત્રીત્વ, રહસ્ય અને ચપળતાનું પ્રતીક મનાય છે; તેથી જ ડિઝાઇનર્સ એને ફુટવેઅરમાં ઉતારી રહ્યા છે.

આવી ફૅશનની પાછળની સાઇકોલૉજી પણ રસપ્રદ છે. બિલાડીના ચહેરામાં એક પ્રકારની ક્યુટનેસ અને ઍટિટ્યુડ બન્ને હોય છે. આનો સાઇકોલૉજિકલ બેનિફિટ એ છે કે આવાં ફની ફુટવેઅર પહેરવાથી વ્યક્તિના મૂડમાં સુધારો થાય છે અને એ સામેવાળી વ્યક્તિ માટે આઇસ-બ્રેકર બને છે.

કેવા પ્રકારનાં કૅટ ફુટવેઅરનો છે ટ્રેન્ડ?

લક્ઝરી માર્કેટમાં એવી હીલ્સ આવી છે જે જોઈને એવું લાગે જાણે સાચી જ બિલાડી બેઠી છે. એની આંખો અને મૂછ આબેહૂબ કંડારવામાં આવી છે. ટીનેજર્સ અને કૉલેજ-ગોઇંગ યુવતીઓમાં બિલાડીનાં કાન અને નાકવાળાં ફ્લૅટ શૂઝ ખૂબ પૉપ્યુલર છે. ક્યુટ દેખાતાં બૅલેરિના અને ફ્લૅટ્સ પહેરવાનું ચલણ અત્યારે બહુ વધ્યું છે. ઘરગથ્થુ વપરાશમાં બિલાડીના આખા પંજા અને મોઢાવાળા સૉફ્ટ સ્લિપર્સ ઑનલાઇન માર્કેટમાં બેસ્ટ-સેલર સાબિત થઈ રહ્યા છે. કેટલાંક શૂઝમાં માત્ર આગળના ભાગમાં બિલાડીના પંજા જેવી આકૃતિ હોય છે જે કૅઝ્યુઅલ વેઅર તરીકે આકર્ષક લાગે છે. હાઈ-ફૅશન અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર્સ માટે આ એક સ્ટેટમેન્ટ લુક છે. જો તમે પણ ઍનિમલ-લવર છો અને તમારા આઉટફિટમાં થોડો ડ્રામા ઉમેરવા માગો છો તો આ કૅટ-ફેસ ફુટવેઅર તમારા માટે બેસ્ટ ઑપ્શન છે.

કેટ-ફુટવેઅર કેવી રીતે સ્ટાઇલ કરવાં?

 જ્યારે તમારાં ફુટવેઅર પોતે જ એક સ્ટેટમેન્ટ પીસ હોય ત્યારે આઉટફિટ એકદમ પ્લેન અથવા ન્યુટ્રલ કલરનાં રાખો. પ્લેન ડેનિમ અને વાઇટ ટી-શર્ટ સાથે આ ફુટવેઅર યુનિક લુક આપશે.

 જો તમારા ફુટવેઅરમાં બિલાડીના મોઢાની મોટી ડિઝાઇન હોય તો ગળામાં કે કાનમાં બહુ ભારે જ્વેલરી ન પહેરવી. એના બદલે માત્ર સુંદર કૅટ-આઇ સનગ્લાસિસ પહેરી શકાય.

 બ્લૅક જીન્સ અને બ્લૅક ટૉપ સાથે જો તમે વાઇટ કે પિન્ક કૅટ-ફેસ ફુટવેઅર પહેરશો તો એ વધુ ઊભરીને આવશે.

 કૅઝ્યુઅલ આઉટિંગ કે કૉલેજ માટે કૅટ-ફેસ ફ્લૅટ્સ અથવા સ્નીકર્સ બેસ્ટ છે, જ્યારે પાર્ટી કે ઇવેન્ટ માટે હાઈ-હીલ્સવાળાં ફુટવેઅર પસંદ કરી શકાય.

 આ પ્રકારનાં બોલ્ડ અને ફંકી ફુટવેઅર પહેરતી વખતે પૂરો આત્મવિશ્વાસ રાખો, કારણ કે આ ફૅશન માત્ર સ્ટાઇલ જ નહીં પણ તમારી ફન-પર્સનાલિટીને પણ દર્શાવે છે.

columnists fashion news fashion lifestyle news life and style