મૉડર્ન લુક માટે ટ્રેડિશનલ બંજારા બૅગ

22 September, 2023 02:35 PM IST  |  Mumbai | Heta Bhushan

નેસેસરી ઍક્સેસરી ગણાતી હૅન્ડબૅગ્સની વાત હોય ત્યારે ટ્રેન્ડી ગર્લ્સની પહેલી પસંદ છે બોહોસ્ટાઇલ દેશી લુક આપતી બૅગ્સ

બંજારા બૅગ

યંગસ્ટર્સના ઇન્ફૉર્મલ લુકની સાથે જાય એવી હૅન્ડબૅગમાં એલિગન્ટ, સ્ટાઇલિશ, ફૅન્સી, સિમ્પલ અને છતાં મૉડર્ન બૅગ્સની બોલબાલા રહી છે. આ બધા ઑપ્શન્સ વચ્ચે એક નવી કૅટેગરી આંખે ઊડીને વળગે છે એ છે બોહો બંજારા બૅગ, જે દેખાવે તમને રાજસ્થાની ભરતકામથી તૈયાર કરેલી હોય એવી લાગે છે અને બંજારા કમ્યુનિટીના રંગબેરંગી ઊનના વર્કની સજાવટથી બનેલી હોય છે.
બંજારા હૅન્ડિક્રાફટ એ મૂળ ભટકતી વણઝારા કોમની હસ્તકલા ગણાય છે. બંજારા ક્રાફ્ટમાં પૅચવર્ક, આભલા વર્ક, હૅન્ડ એમ્બ્રૉઇડરી જેવી ટ્રેડિશનલ આર્ટનું ક્લાસિક કૉમ્બિનેશન હોય છે.
મોટા ભાગે આ બૅગ્સ થિક જૂટ કૉટન ફૅબ્રિકમાંથી ડિઝાઇન કરવામાં આવે છે. એમાં હૅન્ડ એમ્બ્રૉઇડરી, બૉર્ડર, આભલાં, કોડી વગેરેનું બહુ સુંદર કૉમ્બિનેશન કરવામાં આવે છે. હૅન્ડ બ્લૉક પ્રિન્ટ બૅગની બ્યુટી એન્હૅન્સ કરે છે અને સુંદર લટકતાં ટૅસલ્સ તો આ બૅગને એક ઍટ્રૅક્ટિવ ક્રીએટિવ પીસ બનાવી દે છે. સુંદર લટકતા નાના સિક્કા, કોડી, ઊનનાં લટકણ, દરેક બૅગને ડિફરન્ટ ઉઠાવ આપે છે. એક જુઓ અને એક ભૂલો એવી સુંદર રંગબેરંગી બૅગ્સ અત્યારે ફૅન્સી ટ્રેન્ડી  લુક માટે યંગ ગર્લ્સની પહેલી પસંદ છે.

ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોરમાં બૅગ્સ મળે છે. બેઝિક ૪૦૦/૫૦૦થી શરૂ થઈ ને બે હજાર સુધી આ બૅગ મળે છે. હાઈ-એન્ડ હૅન્ડ ક્રાફટેડ પીસ ૪ હજારથી ૬ હજાર સુધી મળે છે.

શા માટે યંગસ્ટર્સમાં આ બૅગ બહુ લોકપ્રિય બની છે એનું કારણ આપતાં ફૅશન સ્ટાઇલિસ્ટ કોમલ ટાકે કહે છે, ‘આ બોહો બંજારા બૅગ્સ રંગબેરંગી હોય છે. એક જ બૅગમાં અનેક રંગના સુંદર કૉમ્બિનેશન હોય છે એટલે એ ઘણા આઉટફિટ સાથે મૅચ થઈ શકે છે. આ બૅગ્સ પ્લેન સૉલિડ વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ સરસ લુક આપે છે. ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ અને ફ્યુઝન ડ્રેસઅપમાં તો બેસ્ટ ઍક્સેસરી ઑપ્શન છે. બોહો બંજારા બૅગ્સનો ક્રીએટિવ અને કૅર ફ્રી ફેમિનાઇન લુક વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે મૅચ થાય છે.’

બોહો બંજારા બૅગ્સમાં વરાઇટી પણ પુષ્કળ મળી રહે છે એમ જણાવતાં કોમલ કહે છે, ‘બોહો મિની સ્લિંગ બૅગ. બોહો બંજારા બિગ સ્લિંગ બૅગ, બોહો વૉલેટ, બોહો બંજારા બટવા પોટલી બૅગ, બિગ સાઇઝ બોહો બૅગ્સ, ક્લચ એમ માગો એ મળે. મોટી સ્લિંગ બૅગમાં મોબાઇલ, પૈસા, મેકઅપ, નૅપ્કિન, ટી-શર્ટ પણ ગર્લ્સ કૅરી કરી શકે છે અને સાથે સ્ટાઇલિશ લુક પણ મળશે. બોહો 
વૉલેટ્સમાં બે બાજુ જુદી-જુદી એમ્બ્રૉઇડરી હોય છે જે ડિફરન્ટ લુક ક્રીએટ કરે છે.’

fashion fashion news life and style columnists