વ્યસ્ત બ્રાઈડ્સ માટે ખૂબ જ ઉપયોગી છે આ 7 ટિપ્સ

01 February, 2019 06:07 PM IST  | 

વ્યસ્ત બ્રાઈડ્સ માટે ખૂબ જ ઉપયોગી છે આ 7 ટિપ્સ

બ્રાઈડ

કામકાજમાં વ્યસ્ત છોકરીઓ પોતાના લગ્નની તૈયારીઓ માટે પણ મુશ્કેલીથી સમય કાઢી શકતી હોય છે. ઘર અને ઑફિસની બધી જ જવાબદારીઓ અને લગ્નની તૈયારીઓ વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે કામ આવશે આ ટિપ્સ.

કેટલાક વર્ષો પહેલા લગ્ન એ માત્ર કુટુંબીજનો માટે જ નહીં પણ પાડોશીઓ અને સંબંધીઓ માટે પણ મોટો પ્રસંગ ગણાતો હતો, પણ આજે સમય બદલાતા સગાસંબંધીઓ તો દૂર તો દુલ્હન પોતે પણ આ તૈયારીઓ માટે સમય ફાળવી શકતી નથી. તો જો તમારી સાથે પણ ઑફિસમાંથી રજા ન મળે કે અન્ય કોઈ પ્રૉબ્લેમ છે તો અહીં આપેલ ટિપ્સ તમને કામ આવી શકે છે.

યોગ્ય આયોજન કરો

ઑફિસની વ્યસ્તતા વચ્ચે તારીખો ધ્યાનબહાર રહી જાય એ બહુ સામાન્ય બાબત છે. પોતાની આખા મહિનાની બધી જ એપોઈન્ટમેન્ટ્સને કેલેન્ડરમાં માર્ક કરી લેવી. ફોનના કેલેન્ડરમાં બધું જ સ્ટોર હશે તો રિમાઈન્ડર દ્વારા સૂચનો મળતા રહેશે.

મદદ લેવી છે જરૂરી

પોતાને સુપર વુમન માનીને બધાં કામની જવાબદારી પોતે ન લેવી. સારું રહેશે કે કામ તમે વહેંચી લો. પોતાના મિત્રો અને ભાઈ-બહેનોને પણ મહત્ત્વની જવાબદારીઓ સોંપવી. આને કારણે થાક અને તાણથી બચી શકાશે.

હનીમૂનની ખરીદી

લગ્ન પહેલા પોતાના હનીમૂન માટેની ખરીદી અને પેકિંગ કરી લેવાથી તમારે પાછળથી હેરાન નહીં થવું પડે. જ્યાં પણ જવાનો પ્લાન હોય તે પ્રમાણે કપડાં અને અન્ય વસ્તુઓની પેકિંગ કરી લેવી.

ટ્રાયલ કરવું ન ભૂલવું

તમે કેટલા પણ વ્યસ્ત હોવ, પ્રત્યેક પ્રસંગે તમારે પહેરવાના કપડા અને એક્સેસરીઝને એક વાર તો પહેરીને ચકાસી જ લેવા, જેથી ફિટિંગ કે મેચિંગમાં કોઈપણ તકલીફ હોય તો તેને સુધારવાનો સમય મળી શકે.

જરૂરી કામ તો કરી જ લેવા

લગ્નના઼ પછી જો તરત લાંબી રજાએ જવું હોય તો ઑફિસના મહત્ત્વના બધાં જ કામ પૂરા કરી લેવાનો પ્રયત્ન કરવો. કોઈ નવો પ્રૉજેક્ટ લેવા કરતા જૂનો પ્રૉજેક્ટ જે પેન્ડિંગ છે તે પૂરા કરવા પર ધ્યાન આપવું.

એપોઈન્ટમેન્ટ્સ ફિક્સ કરવી

ભલે ને તમે બુટીક કે સેલૉનની જવાબદારી બીજા કોઈને સોંપી હોય પણ એ તમારી પણ ફરજ છે કે તેમની સાથે ક્રૉસ ચેક કરી લેવું. જે દિવસે ત્યાં જવું હોય, તેના એક બે દિવસ પહેલા ફોન કરીને પોતાની તારીખ અને સમય નક્કી કરી લેવો.

ઇમરજન્સી કિટ

લગ્નના દિવસ માટે પોતાની પાસે ઇમરજન્સી કિટ મૂકવી જોઈએ, જેમાં ફેશન ટેપ, સેફ્ટી પિન્સ, બેન્ડેજ, માઉથ ફ્રેશનર, સોઈ-દોરો જેવી વસ્તુઓ હોવી જ જોઈએ.

આ પણ વાંચો : લગ્નની મોસમમાં ડિઝાઈનર આઉટફિટ સાથે ટ્રાય કરો સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બેગ્સ

લગ્નની તૈયારીઓ વખતે દોડધામ રહેતી હોય છે. પણ લગ્નને હંમેશને માટે યાદગાર બનાવવા માટે આ સમયને પૂરેપૂરો માણી લો. પોતાના કુટુંબીજનો અને મિત્રો સાથે સમય પસાર કરવો. પોતાની ગમતી વસ્તુઓ ખાવી-પીવી અને એક્સર્સાઈઝને પોતાના નિત્યક્રમનો ભાગ બનાવી લેવી.

life and style fashion