આ સમર સીઝનમાં છવાયેલો છે થૉન્ગ સૅન્ડલ્સનો જાદુ

13 May, 2026 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું તમે પણ ઉનાળામાં ભારે જૂતાં કે બંધ સૅન્ડલ્સથી કંટાળી ગયા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ સીઝન છે થૉન્ગ સૅન્ડલ્સની. મિનિમલિઝમ અને સ્ટાઇલનું પર્ફેક્ટ કૉમ્બિનેશન ગણાતાં આ સૅન્ડલ્સ હવે નવાં રંગરૂપ અને આધુનિક ડિઝાઇન્સ સાથે પાછાં ફર્યાં છે...

થૉન્ગ સૅન્ડલ્સ

ફૅશનજગતમાં અવારનવાર નવા ટ્રેન્ડ્સ આવતા-જતા રહે છે, પરંતુ કેટલીક સ્ટાઇલ જ્યારે ફરી લોકપ્રિય બને છે ત્યારે એ આખું ચિત્ર બદલી નાખે છે. આ વર્ષે સમરની સીઝનમાં જો કોઈ એક ફુટવેઅર સૌથી વધુ ટ્રેન્ડમાં હોય તો એ છે થૉન્ગ સૅન્ડલ્સ, જેને આપણે સામાન્ય ભાષામાં પાતળી પટ્ટીવાળાં ચંપલ કહીએ છીએ. એ હવે માત્ર ઘર પૂરતાં મર્યાદિત નથી રહ્યાં, એક પાવરફુલ ફૅશન-સ્ટેટમેન્ટ બની ગયાં છે.

મિનિમલિઝમનો નવો અવતાર
આજના સમયમાં લેસ ઇઝ મોરનો ટ્રેન્ડ છે. થૉન્ગ સૅન્ડલ્સ આ વાતમાં એકદમ ફિટ બેસે છે. એની સ્લિક ડિઝાઇન અને પગને ખુલ્લો રાખતી સ્ટાઇલ ઉનાળાના ઉકળાટમાં પર્ફેક્ટ લાગે છે. આ વખતે સૅન્ડલ્સમાં માત્ર ફ્લૅટ્સ જ નહીં, પણ હીલ્સે ધૂમ મચાવી છે. ખાસ કરીને કિટન હીલ્સ સાથેનાં થૉન્ગ સૅન્ડલ્સ અત્યારે દરેક ફૅશન ઇન્ફ્લુએન્સરની પહેલી પસંદ બની રહ્યાં છે.

આઉટફિટ સાથે કેવી રીતે પેર કરશો?
આ સૅન્ડલની સૌથી મોટી ખૂબી એ છે કે એ અત્યંત વર્સેટાઇલ છે.

વેસ્ટર્ન લુક : જો તમે લિનન પૅન્ટ કે ડેનિમ શૉર્ટ પહેર્યું હોય તો સિમ્પલ લેધર ફિનિશવાળાં થૉન્ગ સૅન્ડલ્સ તમને એક એફર્ટલેસ લુક આપશે.
એથ્નિક ટચ : આઉટફિટ્સ જેવાં કે કુરતી કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે મેટાલિક કલર (રોઝ ગોલ્ડ કે સિલ્વર)નાં  સૅન્ડલ્સ ખૂબ જ આકર્ષક લાગે છે.
પાર્ટીવેઅર : સૅટિનના સ્લિપ ડ્રેસ કે લૉન્ગ સ્કર્ટ સાથે હીલ્સવાળાં થૉન્ગ સૅન્ડલ્સ પહેરવાથી તમને એક સેક્સી અને સૉફિસ્ટિકેટેડ લુક મળે છે.

કલર્સ અને મટીરિયલ્સ
આ સીઝનમાં વાઇબ્રન્ટ કલર્સનો ટ્રેન્ડ છે. જોકે ન્યુડ, બ્લૅક અને વાઇટ હંમેશાં ક્લાસિક રહે છે; પણ જો તમારે કંઈક નવું ટ્રાય કરવું હોય તો લૅવન્ડર, મિન્ટ ગ્રીન કે ઇલેક્ટ્રિક બ્લુ કલરનાં સૅન્ડલ્સ બેસ્ટ ઑપ્શન છે. મટીરિયલમાં સૉફ્ટ લેધર, વીગન લેધર અને રબરના જાડા સોલ અત્યારે ખૂબ ચાલી રહ્યા છે.

થૉન્ગ સૅન્ડલ્સ માત્ર એક ફુટવેઅર નથી, આરામ અને સ્ટાઇલનું કૉમ્બિનેશન છે. એ તમારા પગને સુંદર દેખાડે છે અને તમને આત્મવિશ્વાસ આપે છે. તો જો તમે હજી સુધી તમારા વૉર્ડરોબમાં આ ટ્રેન્ડને સામેલ નથી કર્યો તો આ ઉનાળો એને ટ્રાય કરવાનો બેસ્ટ સમય છે. ભલે એ ઑફિસની કૅઝ્યુઅલ ફ્રાઇડે મીટિંગ હોય કે રવિવારની બ્રન્ચ ડેટ, થૉન્ગ સૅન્ડલ્સ તમને ક્યારેય નિરાશ નહીં કરે.

fashion news fashion life and style lifestyle news social media