04 August, 2023 03:37 PM IST | Mumbai | Heta Bhushan
બબલ હેમ સ્ટાઇલ
૮૦ના દસકાની પૉપ્યુલર, પ્લેફુલ અને યુથફુલ સ્ટાઇલ અત્યારે સ્ટ્રૉન્ગ કમબૅક કરી રહી છે. અત્યારની એવરી ડે ફૅશનમાં નવા ટ્વિસ્ટ સાથે ઇન થિંગ છે. બબલ હેમ સ્ટાઇલમાં ડ્રેસની નીચેની કિનાર એટલે કે લોઅર હેમલાઇનને ભેગી કરીને પફની જેમ ફુલાવીને રાઉન્ડ શેપ અપાય છે, જે બબલ કે બલૂન જેવો લુક આપે છે. આ હેમલાઇન શૉર્ટ અને લૉન્ગ ડ્રેસ, મિની અને લૉન્ગ સ્કર્ટ અને ટૉપ કે ટૉપ સ્લીવ્સ બધામાં જ યુઝ કરવામાં આવે છે જે આઉટફિટને ફૅન્સી અને બબલી લુક આપે છે. જો તમે તમારી જાતને ફૅશનેબલ ગણાવો છો તો તમારા વૉર્ડરોબમાં બબલ હેમસ્ટાઇલ મસ્ટ હૅવ છે. અત્યારે ફુલ ફ્રૉલિક બબલ અને મિનિમલ બબલ બંને સ્ટાઇલ ઇન ટ્રેન્ડ છે. ફુલ ફ્રૉલિક બબલ આઉટફિટનું વૉલ્યુમ વધારીને બલ્કી લુક આપે છે જે એકદમ આઇકૅચિંગ હોય છે, જ્યારે મિનિમલ બબલ કમ્ફર્ટેબલ અને મૉડર્ન લુક આપે છે.
બબલ હેમ સ્ટાઇલ ટ્રેન્ડમાં છે, પણ એમાં ધ્યાન ન રાખવામાં આવે તો ભગો પણ થઈ શકે છે એવી લાલબત્તી બતાવતાં થાણે વેસ્ટનાં ફૅશન-ડિઝાઇનર અને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ હેતલ શાહ કહે છે, ‘અત્યારે ૨૦૨૩ના લેટેસ્ટ ફૅશન શોઝના રનવે પર બબલ હેમ્સ ફરી લાઇમલાઇટમાં જોવા મળે છે પણ જો એકદમ ધ્યાનથી સ્ટાઇલ કરવામાં ન આવે તો એ હિટ નહીં, હૉરર સ્ટોરી સાબિત થાય છે. આ ઇન્ટરનૅશનલ સ્ટાઇલ છે જેને ભારતીય ફીમેલ ફિગરની બૉડી પર અપનાવવાની હોય તો બૉડી શેપ, બૉડી-ટાઇપ, ઉંમર, ફૅબ્રિક મટીરિયલ, હેરસ્ટાઇલ એમ ઘણુંબધું ધ્યાનમાં રાખવું પડે. જો મિસમૅચ થાય તો સુંદર ફૅશનેબલ લુકને બદલે નીચેથી ફુગ્ગાની જેમ ફૂલી ગયેલો લુક આવશે, જે ફૅશન ડિઝૅસ્ટર સાબિત થઈ શકે છે. જે કંઈ પણ ઇન ટ્રેન્ડ હોય એટલે એને આંખ બંધ કરીને ફૉલો કરવું જરૂરી નથી. મારા મત મુજબ બબલ હેમ્સ મિની સ્કર્ટ અને શૉર્ટ ડ્રેસમાં સૌથી સરસ લાગે છે અને એની લંબાઈ અને બબલ્સ બૉડી શેપને અનુરૂપ હોવા જરૂરી છે. બબલ હેમ્સ ડ્રેસ મોટે ભાગે સૉલિડ બ્રાઇટ રંગના સૉફ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. કૅઝ્યુઅલ ઓકેઝન પર બબલ હેમ્સ ડ્રેસ ફન અને ફ્રૉલિક લુક આપે છે. પાંચથી ૧૫ વર્ષની નાની છોકરીઓ પર આ સ્ટાઇલ વધુ સૂટ થાય છે. યંગ ગર્લ્સ અને યુવતીઓ ૨૫થી ૨૮ વર્ષ સુધી પોતાની પર્સનલ ચૉઇસ અને બૉડી સ્ટ્રક્ચર પ્રમાણે આ સ્ટાઇલ ફૉલો કરી શકે છે.’
ડિઝાઇનર્સ આ સ્ટાઇલમાં જુદા-જુદા ફૅબ્રિક, પ્રિન્ટ, ટેક્સચર સાથે ઘણા એક્સપરિમેન્ટ કરી રહ્યા છે. બબલ હેમ માટે સૉફ્ટ ફૅબ્રિક પ્રિફરેબલ છે. શિફોનથી લઈને ડેનિમ સુધી દરેક ફૅબ્રિકમાં બબલ હેમ્સ ડ્રેસિસ, ટૉપ અને સ્કર્ટ બને છે. આ સ્ટાઇલમાં બોલ્ડ કલર યંગ ચિક લુક આપે છે અને વધુ યંગ ફીલ કરાવે છે. બબલ હેમલાઇન ડ્રેસ સાથે રફલ્સ અને બો જેવી ડીટેલ્સનું ઍડિશન કરી શકાય છે. બબલ હેમ ડ્રેસમાં વી નેક, હૉલ્ટર નેક, સ્ક્વેર નેક સૂટ થાય છે.
સ્ટાઇલ સ્ટેટમેન્ટ
જો તમે એકદમ સ્ટાઇલિશ અને બોલ્ડ લુક ઇચ્છતા હો તો ઑફ-શોલ્ડર નેકલાઇન કે વન-શોલ્ડર સ્ટાઇલ અને ડેનિમ કે લેધર મટીરિયલ કે વેલ્વેટ મટીરિયલ ડ્રેસ ઍટ્રૅક્ટિવ લુક આપે છે. મોટે ભાગે બબલ હેમ બૉટમ આઉટફિટમાં વધુ યુઝ થાય છે પણ સ્કિની પૅન્ટ કે જીન્સ કે લેધર પૅન્ટ કે પેન્સિલ સ્કર્ટ સાથે બબલ ટૉપ યુનિક પેર છે. આ સ્ટાઇલમાં પૅન્ટ અને ટૉપ એક જ રંગના હોય એવો મોનોક્રોમ લુક એલિગન્ટ લાગે છે. બબલ ટૉપ લૉન્ગ, નૉર્મલ અને શૉર્ટ દરેક લેન્ગ્થમાં બને છે. ક્રૉપ બબલ ટૉપ મૅચિંગ સ્કર્ટ સાથે બહુ સ્વીટ લુક આપે છે.
સૅટિન સિલ્કમાંથી બબલ હેમ શૉર્ટ ડ્રેસ ડૉલ કે પ્રિન્સેસ લુક આપે છે. બબલ ડ્રેસ મિડી કે મેક્સી લેન્ગ્થમાં પણ બને છે.
તમારી બૉડી-ટાઇપ અને હાઇટ પ્રમાણે બબલ સ્કર્ટ મિની, મિડી કે મેક્સીનો ઑપ્શન સિલેક્ટ કરવો જોઈએ. ફૅશન રૂલ પ્રમાણે બબલ સ્કર્ટ સાથે ટાઇટ ફિટિંગ ટૉપ પર્ફેક્ટ કૉમ્બિનેશન છે.
મેક્સી પૅરેલલ, હેમ શર્ટ ડ્રેસ, શૉર્ટ્સ, ક્રૉસેટ બબલ ડ્રેસ, જેકાર્ડ એસિમેટ્રિકલ, બબલ હેમ પાર્ટી ડ્રેસ, પફ બોલ, હેમ ડ્રેસ (શૉર્ટ ડ્રેસ વિથ બબલ હેમ અને બબલ સ્લીવ), ટ્યુબ ટૉપ, ટૅન્કિની ટૉપ, જેવા ઘણાબધા અનયુઝ્અલ ઑપ્શન્સ બબલ સ્ટાઇલ યુઝ કરી શકાય.