આ પાંચ નિયમનો કરો અમલ, થઈ જશે પ્રિયંકા ચોપરા જેવા સ્ટ્રેટ હૅર

08 September, 2019 05:12 PM IST  |  મુંબઈ

આ પાંચ નિયમનો કરો અમલ, થઈ જશે પ્રિયંકા ચોપરા જેવા સ્ટ્રેટ હૅર

લાંબા અને સ્ટ્રેટ વાળ દરેક છોકરીને ગમતા હોય છે. તમારા વાળ વાંકડિયા હોય, વેવી હોય કે પછી સીધા પણ, પણ પોલિશ્ડ સ્ટ્રેટ હેર હંમેશા ક્લાસી લૂક આપે છે. પ્રિયંકા ચોપરા હોય કે કરીના કપૂર તેમના વાળ ક્યારેય ખરાબ નથી લાગતા. પરંતુ જો તમારે પણ પ્રિયંકા ચોપરા જેવા સીધા ચમકદાર વાળ જોઈએ છે તો તમારે હેર સલૂનમાં જઈને મોંઘી ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી.

અમે તમને એવી પાંચ ટિપ્સ આપીશું, જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળ સીધા, મુલાયમની સાથે સાથે પૉશ પણ લાગશે.

પહેલો નિયમ

કોઈ પણ શેમ્પુ કે કંડીશનર તમારા વાળને સ્ટ્રેટ ન કરી શકે, પણ હા મુલાયમ જરૂર કરી શકે છે. એવા શેમ્બુનો ઉપયોગ કરો જેમાં વાળને સંભાળી શકે તેવા નરિશમેન્ટ અને સ્મૂધનિંગ હોય. જ્યારે કંડીશનર લગાવો ત્યારે ખભાનો પણ ઉપયોગ કરો. ખભાનો ઉપયોગ કરીને કંડીશનર લગાવીને વાળને બરાબર ફેલાવો. વાળ ધોયા બાદ ટુવાલથી સૂકવો. ફ્રિઝી હેરથી બચું હોય તો માઈક્રો-ફાઈબરવાળા ટુવાલનો જ ઉપયોગ કરો.

બીજો નિયમ

સ્ટેટનરનો ઉપયોગ કરતા પહેલા તમારા વાળને સંપૂર્ણ રીતે સૂકવી નાખો. જો તમે બ્લો ડ્રાયર વાપરી રહ્યા છો તો વાળ પર શાઈન સીરમ ન લગાવો. બ્લો ડ્રાયર કરતા સમયે નોઝન નીચેની તરફ રાખવાથી વાળ સ્મૂથ અને શાઈની થઈ જાય છે.

ત્રીજો નિયમ

સ્ટ્રેટનરનો ઉપયોગ કરતા પહેલા તમારા વાળના ચાર ભાગ કરો અને એક એક કરીને સૂકવો. બાદમાં જ વાળ સ્ટ્રેટ કરો. હંમેશા સારી ક્વોલિટીના સ્ટ્રેટનિંગ માટે આયર્નનો ઉપયોગ કરો. તમારા વાળની સાઈન અને વાળને ખરતા બચાવવા સ્ટ્રેટનરને લૉ હિટ પર જ વાપરો.

ચોથો નિયમ

વાળમાં વધુ શાઈન માટે સ્મીધનિંગ ગ્લૉસી ક્રીમનો યુઝ કરો અને વાળને બ્રશ કરો.

આ પણ વાંચોઃ નવરાત્રી દરમિયાન આ રીતે કરો મેકઅપ જે તમને બનાવશે સુંદર

પાંચમો નિયમ

છેલ્લે, જો નાના વાળ અલગ ઉડતા હોય તો એક ટૂથ બ્રથ પર હેર સ્પ્રે કરીને વાળને બ્રશ કરી લો. અથવા તો એટલા વાળ પર જ ઉપયોગ કરો, જ્યાં જરૂર હોય.

fashion news fashion tips life and style