ફ્રિન્જ ફૅશન ક્યારેય આઉટ ઑફ ટ્રેન્ડ નહીં જાય

05 June, 2025 07:01 AM IST  |  Mumbai | Kajal Rampariya

વેસ્ટર્ન અને રેટ્રો લુક આપતાં ફ્રિન્જ વન-પીસ અને ગાઉનને પાર્ટી અને ઈવનિંગ મીટઅપ માટે પર્ફેક્ટ ચૉઇસ માનવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગાયબ થઈ ગયેલા આ ટ્રેન્ડને સોનાલી બેન્દ્રેએ ફરી લાઇમલાઇટમાં લાવ્યો છે

સોનાલી બેન્દ્ર

બૉલીવુડ સેલિબ્રિટીઝ લોકોને છાશવારે નવા-નવા ફૅશન-ગોલ્સ આપતી હોય છે. તાજેતરમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ બ્રાઉન કલરનો થાઇ-સ્લિટ ફ્રિન્જ ડ્રેસ પહેર્યો હતો અને એમાં મેટલિક ટેક્સ્ચરવાળા ફ્રિન્જ લુકને વધુ ડ્રામેટાઇઝ બનાવતા હતા અને ઑફશોલ્ડર નેકલાઇનની સાથે થાઇ-સ્લિટ ડ્રેસ અને બ્લૅક બેલ્ટનું કૉમ્બિનેશન ધરાવતા આ ડ્રેસ સાથે હાઈ ગ્લૅમ લુક પર્ફેક્ટ કૉમ્બિનેશન ફીલ કરાવતો હતો. સોનાલીએ પહેરેલા ફ્રિન્જ ડ્રેસની ફૅશન તથા આપણને જો આ રીતે કોઈ ફંક્શનમાં રેડી થવું હોય તો કઈ રીતે થઈ શકાય એ વિશે મુલુંડમાં રહેતાં ફૅશન-એક્સપર્ટ​ ખિલ્તી સાવલા પાસેથી વધુ જાણીએ.

બોલ્ડ લુક આપશે

એક તરફ ક્લાસિક લાંબી ફ્રિન્જવાળા ડ્રેસ રેડ કાર્પેટ પર હજી પણ લોકોના ફેવરિટ છે. સોનાલીએ પહેરેલા ડ્રેસમાં મેટલિક થ્રેડવાળા ફ્રિન્જ તેના લુકને વધુ બોલ્ડ બનાવે છે. તમે પણ સોનાલીની જેમ જ ફ્રિન્જવાળા ડ્રેસ પહેરીને ફંક્શન પ્રમાણે સ્ટાઇલ કરી શકો. મોડી સાંજે બર્થ-ડે પાર્ટી, કૉકટેલ ઇવેન્ટ કે મ્યુઝિકલ ફેસ્ટિવલમાં જવાનું હોય અને ત્યારે તમને બાકી લોકો કરતાં થોડા હટકે દેખાવું હોય તો ફ્રિન્જ ફ્રૉક અથવા વન-પીસ ડ્રેસ કે ગાઉન બેસ્ટ ઑપ્શન રહેશે. ડ્રેસના ફ્રિન્જને લીધે તમને થોડો ડ્રામેટિક લુક મળશે. તમે ફ્રિન્જવાળાં વન-પીસ કે થાઇ-સ્લિટ ગાઉન પહેરી શકો છો. આ ઉપરાંત ઘણી યુવતીઓને ઇન્ડો-વેસ્ટર્ન લુક જોઈતો હોય તો તેઓ ફ્રિન્જવાળાં બ્લાઉઝ અને મૉડર્ન લુક આપતી સાડી પણ પહેરે છે. ફ્રિન્જ તમારા લુકને અન્ય લોકો કરતાં અલગ બનાવતા હોવાથી મેકઅપ પણ મિનિમલ અને બોલ્ડ રાખવાનું બેસ્ટ રહેશે. આઇ મેકઅપની વાત કરીએ તો સ્મોકી મેકઅપ તમારા ફ્રિન્જવાળા લુકને વધુ બોલ્ડ બનાવે છે. જો તમારે ગાઉન પહેરવું હોય તો કમરમાં અથવા એની ઉપર બેલ્ટ ઉમેરશો તો તમારો બૉડી-શેપ દેખાશે અને એ સલ્ટ્રી અને સારો લુક આપશે. આવા ડ્રેસ દેખાવમાં થોડા હેવી હોવાથી મિનિમલ જ્વેલરી સાથે સ્ટાઇલ કરો. સ્ટડ ઇઅર-રિંગ્સ, હાથમાં એક સિમ્પલ વીંટી સાથે નાજુક બ્રેસલેટ પહેરવાનું અથવા તમે એક સ્ક્લ્પ્ચરવાળા સ્ટેટમેન્ટ પીસ પહેરીને બોલ્ડ લુક પણ અપનાવી શકો છો.

ઈવનિંગ ફંક્શન્સ માટે પર્ફેક્ટ ચૉઇસ

આમ તો ફ્રિન્જ ડ્રેસ ઈવનિંગ ફંક્શન્સ કે પાર્ટી માટે બેસ્ટ ગણાય છે, પણ જો તમને દિવસના કોઈ પ્રસંગે પહેરવાનું મન થાય તો પેસ્ટલ કલર્સ અને નરમ ફૅબ્રિક હોય એવા મોનોક્રોમ લુકને પસંદ કરો. ડ્રેસ સાથે હાઈ હીલ્સને બદલે ફ્લૅટ સૅન્ડલ્સ બંધ બેસશે. દિવસના સમયે બીડેડ અને શિમરી ફ્રિન્જવાળા ડ્રેસ પહેરવાને બદલે સિમ્પલ સૉફ્ટ ફૅબ્રિકની ફ્રિન્જવાળાં ગાઉન કે વન-પીસને પસંદ કરો. જો ગાઉનમાં ગળે કે ખભાની આસપાસ ફ્રિન્જ હોય તો સ્લિક બન અથવા સાઇડ પાર્ટેડ પોનીટેલ જેવી હેરસ્ટાઇલ સૂટ થશે. જો તમને સિમ્પલ અને મિનિમલ લુક જોઈએ તો સૉફ્ટ વેવ્સ અથવા ઓપન સ્ટ્રેટ હેર પણ તમારા ડ્રેસને હાઇલાઇટ કરશે અને લુકને વધુ એન્હૅન્સ કરશે.

જૂના ગાઉનને આપો ફ્રિન્જ લુક

જૂના ડ્રેસ કે બ્લાઉઝને નવો લુક આપવો હોય તો એમાં ફ્રિન્જ લગાવી શકાય. મોટા ભાગે સ્લીવ્ઝ પર, સાઇડ પૅનલમાં અને હેમલાઇન પર ફ્રિન્જ ઉમેરી શકાય છે. ફક્ત એટલું ધ્યાન રાખવું કે તમે જે ફૅબ્રિકની ફ્રિન્જ ઉમેરો છો એનું વજન અને લંબાઈ ડ્રેસની રચનાની અનુરૂપ હોય. વર્ટિકલ ફ્રિન્જ શરીરની લંબાઈને વધુ દેખાડશે અને તમારા લુકને વધુ સ્લિમ બનાવશે ત્યારે હોરિઝૉન્ટલ ફ્રિન્જ હેમલાઇન અથવા સ્લીવ્ઝ પર જ વપરાય છે. એ તમારા લુકને થોડો યુનિક બનાવે છે. સોનાલીના ડ્રેસમાં આ બન્ને પ્રકારે ફ્રિન્જ લગાવવામાં આવી છે.

sonali bendre fashion fashion news bollywood life and style columnists gujarati mid-day mumbai