શું છે તમારી સમર હેરસ્ટાઇલ?

08 April, 2019 10:21 AM IST  |  | મૅન્સ વર્લ્ડ - રુચિતા શાહ

શું છે તમારી સમર હેરસ્ટાઇલ?

એક સમયની પુરુષોની જરૂરિયાત ગણાતું હેરકટિંગ હવે ફૅશન સ્ટેટમેન્ટ છે. પુરુષોના હેર સૅલોંમાં તમારે વાળ કોના પાસે કપાવવા એની પણ કૅટેગરી હોય છે. સામાન્ય હેરસ્ટાઇલિશના ઓછા ચાર્જ, માસ્ટરની વધુ ફી, અનુભવી માસ્ટરની એનાથીયે વધુ ફી. વાળ કપાવવા એ સ્ટાઇલિંગનો એક હિસ્સો છે અને એટલે જ એમાં બને એટલી વધુ ચીવટ રાખવાનો આગ્રહ રખાય એ સ્વાભાવિક છે. બૉલીવુડ ઍક્ટર્સ અને ક્રિકેટર્સની હેરસ્ટાઇલને ફૉલો કરવાનો ટ્રેન્ડ ફિલ્મરસિકોમાં આજનો નથી. ઍક્ટરો અને ક્રિકેટરોથી ઇન્ફ્લુઅન્સ થઈને હેરસ્ટાઇલ કરાવનારાઓને વધુ પોતાના બેસ્ટ લુકમાં રસ હોય છે. કોઈ ઍક્ટરની હેરસ્ટાઇલ પોતાના ફેસ પર શોભશે કે નહીં એ તેમની પહેલી કન્સર્ન હોય છે. આજે હૅર સ્ટાઇલિશ પાસે જાય ત્યારે મોબાઇલમાં પહેલેથી જ બે-ચાર હેર સિલેક્ટ કરેલી હેરસ્ટાઇલના ફોટા તૈયાર જ હોય.

ટ્રેન્ડ કેવો?

આજકાલ શૉર્ટ હેર ટ્રેન્ડમાં છે. એક સમય હતો જ્યારે લાંબા વાળ રાખવાનું ચલણ છોકરાઓમાં હતું. જોકે હવે એ ટ્રેન્ડ ગયો. બોરીવલીના જાણીતા હેર સૅલોંના સ્ટાઇલિશ નઝીમ ખાન કહે છે, ‘પુરુષોના હેરસ્ટાઇલિંગમાં હવે ઑપ્શન્સ ઘણા છે. જોકે બેઝ કટમાં જ થોડાં ઘણાં વેરિયેશન વધુ પૉપ્યુલર છે, જેમ કે અત્યારે સ્પાઇક કટ એવરગ્રીન છે. અત્યારે મોટા ભાગે સાઇડમાં સ્પાઇક કટ અને વચ્ચે વેવ અથવા મૅસી લુક રાખવામાં આવે. આજકાલ સાઇડ પાર્ટિશન સાથે પણ હેર કટ પૉપ્યુલર છે. ઉનાળામાં જોકે આવનારા સમયમાં સ્પાઇક કટની ડિમાન્ડ વધશે જ.’

આજકાલના મિડલ એજ ગ્રુપના પુરુષોને પણ આવી હેરસ્ટાઇલ અને બીજી હેર ટ્રીટમેન્ટ કરાવવી ગમે છે. નઝીમ કહે છે, ‘ડિફરન્ટ હેરકટની સાથે હેરસ્પા અને હેરકલર એવરગ્રીન બની ગયા છે. હવે પુરુષો પોતાના દેખાવને લઈને સતર્ક થયા છે. અફકોર્સ, તેમના હેરકટમાં તેઓ કયા પ્રોફેશનમાં છે એ બહુ મહત્વનો હિસ્સો છે. મોસ્ટલી કૉપોર્રેટ ઑફિસના લોકો હેરકટને એકદમ ડિસન્ટ રાખે છે. આર્ટિસ્ટિક ક્ષેત્ર સાથે સંકળાયેલા ફંકી લુક પસંદ કરે છે અને ધંધાદારી માણસો મોટા ભાગે જૂની હેરસ્ટાઇલને જ ફૉલો કરે છે.’

હેરડ્રેસર સર્વેસર્વા

હેરસ્ટાઇલિશ કહે સારું લાગશે તો સારું એવું માનનારો વર્ગ પુરુષોમાં મોટો છે. એ બાબતમાં તેઓ મહિલાઓની જેમ નખરાં નથી કરતા. મુલુંડમાં રહેતો વિવેક શાહ કહે છે, ‘ફેસકટ અને મારા વાળના ગ્રોથ પ્રમાણે મારા પર કયો કટ સારો લાગશે એ હેરસ્ટાઇલિસ્ટ પોતે જ નક્કી કરે છે. આપણા કરતાં એ લોકોને વધુ અનુભવ હોય છે અને તેમને વધુ ખબર પડે છે તો શું કામ આપણે દોઢડહાપણ કરવું? હા, ક્યારેક કોઈ મૂવીમાં કોઈ ઍક્ટરનો લુક ગમ્યો હોય કે કોઈ બીજા હેરકટ ધ્યાનમાં હોય તો તેને પૂછું ખરો કે આવા હેરકટ મને સૂટ કરશે કે નહીં? જોકે ફાઇનલ ડિસિઝન તો તેનું જ હોય.’

પરેલના એક સૅલોંમાં કામ કરતો હેરસ્ટાઇલિસ્ટ મોહિત માને કહે છે, ‘ક્વીર નામની એક હેરસ્ટાઇલ છે જે અત્યારે બહુ ફેમસ છે. સાઇડ અને બૅકમાં ઝીરો હેર અને ટૉપ ભાગ પર લૉન્ગ હેર હોય. વરુણ ધવને વચ્ચે એવી હેરસ્ટાઇલ રાખી હતી. એવી જ રીતે મૅસી હેરકટ પણ ઘણા લોકોને પસંદ છે. એમાં પણ ટૉપ, સાઇડમાં એકદમ ઝીણા હેર અને વચ્ચે મેસી લુક હોય છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને ફરહાન અખ્તરે આવી હેરસ્ટાઇલ રખાવી હતી. ઘણી હેરસ્ટાઇલમાં બેસિક કટ એક જ રહે છે, પણ બીજું બધું ચેન્જ થાય છે. ’

આ પણ વાંચોઃ વેડિંગ સીઝનમાં આ લિપસ્ટિકના કલર થઈ રહ્યા છે ટ્રેન્ડ, કરો એક નજર

મોહૉક હેરકટ પણ એવો જ એક કટ છે, જેમાં વચ્ચેના ભાગમાં જ વાળ હોય; બાકીના પૉર્શનમાં ઝીરો હેર હોય અથવા હેર ટૅટૂ બનાવવામાં આવ્યું હોય. વિરાટ કોહલી આવા હેરકટ કરાવી ચૂક્યો છે.

life and style