ધુળેટીમાં પણ થીમ-બેઝ્ડ ઍક્સેસરીઝની ફૅશન

02 March, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુળેટીના દિવસે રંગો વડે રમતી વખતે ઍક્સેસરીઝ ન પહેરાય એવી માન્યતા હવે ભૂતકાળ બની ગઈ છે ત્યારે માર્કેટમાં આ તહેવાર માટેની ઍક્સેસરીઝ જોવા મળી રહી છે જે તહેવારને હાઈ ફૅશન બનાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

ધુળેટીના દિવસે લોકો જૂનાં કપડાં પહેરીને બહાર નીકળે છે કારણ કે રંગો અને પાણી તેમનાં આઉટફિટ્સ અને ઍક્સેસરીઝને બગાડી નાખે એવો ડર રહેતો હતો. સોશ્યલ મીડિયાના જમાનામાં હોળી હવે માત્ર રંગોની રમત નથી રહી પણ એક ફૅશન-પરેડ બની ગઈ છે. પણ કેટલીક ઍક્સેસરીઝ અત્યારે ટ્રેન્ડમાં છે જે ખરાબ નથી થતી. હોળી રમતી વખતે પણ તમે સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

સનગ્લાસિસનો સ્વૅગ

એવિએટર્સ, મોટા કદની કૅટ-આઇ ફ્રેમ્સ કે પછી રંગબેરંગી ટ્રાન્સપરન્ટ ગ્લાસિસ જેવા ડિઝાઇનર સનગ્લાસિસ અત્યારે ટ્રેન્ડમાં છે. એ આંખોને રંગોથી બચાવવાની સાથે-સાથે તમારી સ્ટાઇલને લેવલ-અપ કરે છે. આજે માર્કેટમાં હોલી-સ્પેશ્યલ સસ્તાં અને સ્ટાઇલિશ ગૉગલ્સ મળે છે જે બગડી જવાની ચિંતા વગર પહેરી શકાય છે. આ પહેરવાથી ફોટોમાં પણ અનોખો સ્વૅગ દેખાશે.

હેડગિઅર

ધુળેટીના રંગોથી વાળને બચાવવા માથાનો દુખાવો બની જાય છે ત્યારે લોકો બાંધણીના સ્કાર્ફ્સ, નિયૉન હેરબૅન્ડ્સ અથવા ફૅન્સી ટર્બન અપનાવી રહ્યા છે. આ હેડગિઅર્સ વાળને કલરથી તો બચાવે છે પણ સાથે તમારા લુકને બોહો ​ચિક લુક આપે છે. ખાસ કરીને બાંધણીની પાઘરી પહેરીને તમે હોળી રમો ત્યારે ફ્યુઝન દેખાય છે.

ટેરાકોટા

ધુળેટી રમતી વખતે પાણી અને પાકા રંગોથી પહેરેલી ઍક્સેસરીઝ ખરાબ ન થાય એનો ડર રહેતો હોય છે. તેથી જ હોળીના સમયમાં ટેરાકોટા નામની માટીનાં ઘરેણાં અને કલરફુલ બીડ્સની ડિમાન્ડ વધુ છે. ટેરાકોટા જ્વેલરી ઇકો-ફ્રેન્ડ્લી તો છે જ, સાથે એ પાણીથી બગડતી નથી. લાંબા લેયર્ડ નેકલેસ અથવા મોટી ઇઅરરિંગ્સ લાઇટ કલર્સના કુરતા પર બહુ મસ્ત લાગે છે. આ જ્વેલરી પહેરવામાં હળવી હોય છે. તેથી ડાન્સ કે મસ્તી કરતી વખતે એ વજનદાર નથી લાગતી.

holi fashion fashion news life and style lifestyle news columnists